Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ચોરીના કેસમાં ભુજ તા.પં.ના ભાજપના સભ્‍ય ઝડપાતાં ચકચાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૨:  કચ્‍છમાં ભુજ તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા ભાજપી સદસ્‍ય ચોરી કેસમાં ઝડપાતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. માંડવી તાલુકા મધ્‍યે કાર્યરત આદિત્‍ય ઇલેક્‍ટ્રિક કંપનીના આસંબિયા અને ફરાદી ગામ વચ્‍ચે આવેલા સ્‍ટોરમાંથી ૧ લાખ ૫ હજારની કેબલ ચોરી થઈ હતી.

ગત ૧૦/૩ ના થયેલ ચોરીના આ બનાવમાં ખાવડા પાસે આવેલ ખારી ગામની બેઠક ઉપરથી ભાજપ તરફે ચૂંટાયેલા તાલુકા પંચાયત ભુજના સભ્‍ય જુમા મીઠન જતની પોલીસે ધરપકડ કરી છે.

ભુજ એલસીબીએ ભુજના ગંઢેર ગામના યાકુબ અને દાદલ નામના બે ઇસમોની કરેલી ધરપકડ બાદ આ સંડોવણી ખુલી હતી. જોકે, ધરપકડ બાદ જામીન ઉપર છુટકારો થયો છે.

(10:46 am IST)