Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ભાવનગરમાં વધુ ૩૪ કેસ

ભાવનગર તા.૨૨: ભાવનગરમાં વધુ ૩૪ પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે શહેરના વિવિધ વિસ્‍તારોમાં ૩૦ પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ગ્રામ્‍ય પંથકમાં ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે.

રવિવારે ભાવનગર જિલ્લામાં ૩૪ કોરોના પોઝિટિવ ભાવનગર મહાનગર પાલિકા માં ૩૦ અને તાલુકાઓ માં ૪ કેસ જેમાંવલ્લભીપુરના પીપળીમાં ૧ ઉમરાળાનું દડવા અને સમઢીયાળામાં ૨ કરદેજ માં ૧ કેસ નોંધાયા છે.જયારે ૧૪દર્દીએ કોરોનાને મ્‍હાત આપી ડિસ્‍ચાર્જ થયા છે.

ભાવનગરમાં અત્‍યાર સુધી કોરોનાનો કુલ આંક ૬૫૪૧ થયો છે. જયારે હવે ભાવનગરની હોસ્‍પિટલમાં કોરોનાના ૨૦૭ દર્દીઓની સારવાર લઇ રહ્યા છે.

(10:47 am IST)