Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જસદણના ૩ યુવાનો સાઇકલ લઇ દ્વારકા જવા રવાના

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૨૨: જસદણ શહેરના સાયકલ કલબનાં ૩ ઉત્‍સાહ યુવાનોએ બેટી બચાવો,પર્યાવરણ બચાવો તેમજ આપણો દેશ કોરોના જેવી મહામારીમાંથી ઝડપથી બહાર નીકળે અને દરેક લોકો સુખ-શાંતિથી જીવન જીવે તે માટે દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરવા માટે જસદણ થી ૩૦૦ કિલોમીટર દૂર દ્વારકા જવા નીકળેલ.આ યુવાનોમાં (૧) યોગેશભાઈ સખીયા-મિત સાયકલ(૨) રાજુભાઈ વેકરિયા-માર્શલ (૩) બિરજુભાઈ જસાણી એમ ત્રણેય સાયકલવીરોએ એક અનોખી પહેલ કરી છે. આમ આ સાયકલ વીરોને વલ્લભભાઈ વેકરિયા દ્વારા લીલીઝંડી આપવામાં આવેલ.આ ત્રણેય સાયકલ વીરોને સંજયભાઈ હિરપરા( શક્‍તિ ), મનીષભાઈ મેવાસીયા,રોહિતભાઈ હિરપરા, રાજેશભાઈ વેકરીયા-અર્જુન ઇન્‍ડ્રસ્‍ટ્રીઝ અનિલભાઈ વેકરીયા-અનિલ ઇન્‍ડ્રસ્‍ટ્રીઝ અને જસદણ કોટડીયા હોસ્‍પિટલ-ડોક્‍ટર હાઉસના તમામ ડોક્‍ટર સાહેબો તેમજ જસદણ સાઇકલના ટીમના તમામ મેમ્‍બરે અભિનંદન આપેલ. આમᅠ જસદણ સાઇકલના મેમ્‍બરો સાયકલિંગ દ્વારા વિવિધ સંદેશો તેમજ હેલ્‍થ-વેલ્‍થ અને સાયકલિંગ થતા ફાયદાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે તેવું જસદણ સાયકલના મેમ્‍બર અને એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા તેમની યાદીમાં જણાવેલ છે.

(10:50 am IST)