Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જેતપુરના ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજનું ગૌરવ

ઓલ ઇન્‍ડિયા GATE-2021ની પરીક્ષામાં કરણ ગુજરાતી રાજ્‍યમાં પ્રથમ

દેશ-વિદેશમાં માત્ર છ શહેરોમાં યોજાતી આ પરીક્ષાનું પરિણામ માત્ર ૧૭.૮૨ ટકા આવ્‍યું : અભિનંદનવર્ષા

રાજકોટ તા. ૨૨ : જેતપુરના કરણ ગુજરાતીએ IIT, IISC તથા PSU માટેની AII india GATE-2021 EXAM માં ગુજરાત રાજ્‍યમાં પ્રથમ તેમજ સમગ્ર ભારતમાં અગિયારમાં ક્રમે (ઓલ ઇન્‍ડિયા રેન્‍ક-૧૧) ઉત્તીર્ણ થયા છે.

મિનિસ્‍ટ્રી ઓફ એજ્‍યુકેશન, ટોપ ગવર્મેન્‍ટ ઇન્‍સ્‍ટીટયૂટ જેવી કે IISC તથા IIT તેમજ પબ્‍લીક સેકટર અન્‍ડર ટ્રેનિંગ (PSU) કંપનીઓ જેવી કે ONGC, HPCL, IOCL, MPCIL વગેરેમાં આગળ વધવા માટે GATE EXAM સમગ્ર ભારતમાં દર વર્ષે યોજાય છે. જેમાં ભારતભરમાંથી લાખો વિદ્યાર્થીઓ ભાગ લ્‍યે છે. GATE EXAM સમગ્ર ભારત તથા વિદેશોના ૬ જેટલા શહેરોમાં યોજાય છે, જેમાં આ વખતે GATE-2021નું પરિણામ માત્ર ૧૭.૮૨% જ છે. જેમાં જેતપુરના વતની ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના શ્રી રમેશભાઇ જીવરાજભાઇ ગુજરાતી (નિવૃત્ત શિક્ષક)ના પુત્ર શ્રી કરણભાઇ ગુજરાતીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ અને સમગ્ર ભારતમાં અગિયારમા ક્રમે (ઓલ ઇન્‍ડિયા રેન્‍ક-૧૧) ઉત્તીર્ણ થઇ સમગ્ર ગુજરાત રાજ્‍ય તેમજ ગુજરાતી પરિવાર તથા શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજનું ગૌરવ વધારેલ છે.

કરણભાઇ ગુજરાતી ભવિષ્‍યમાં તેઓ સફળતાના સર્વોચ્‍ચ શીખરોસર કરી સમગ્ર ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્‍છાઓ શ્રી સમસ્‍ત ખાંટ રાજપૂત સમાજના આગેવાનો દ્વારા અપાઇ છે

(10:54 am IST)