Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

તળાજામાં સાયકલ ચાલકને ટ્રક ચાલકે કચડી નાખ્‍યો

ભાવનગર તા.૨૨ : તળાજાના દિનદયાળ નગરમાં રહેતા યુવક અંબુજા જિનિગ ફેકટરીમાં ટ્રક ચલાવવાનું કામકરતા હોય દ્યરેથી સાયકલ લઈને ફેકટરીએ જતા હતા.પાલીતાણા ચોકડી નજીકથી પસાર થતા હતા. એ સમયે પાછળથી ટ્રક ચાલકે હડફેટે લીધા હતા.માથું કચડી નાખેલ. જેને લઈ સ્‍થળ પર જ યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ.

મુબારક બેલીમ ઉ.વ ૨૧ એ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં પોતાના પિતા મજીદભાઈ બાપલભાઈ બેલીમ ઉ.વ.૪૮ શહેર ની ભાગોળે આવેલ અંબુજા ફેકટરી એ જવા દ્યરે થી ટિફિન લઈ સાયકલ પર સવાર થઈ નીકળ્‍યા હતા.એ સમયે ભાવનગર હાઇ વે પર આવેલ શ્‍યામ લોજ નજીક ટ્રક.નં. જી.જે ૦૫-બીવી ૨૧૯૮ના ચાલકે પાછળથી ટલ્લો મારેલ.

પાલિકાના કર્મચારી લાલાભાઈ સરવૈયાએ સ્‍થળ પર દોડી જઇ પાલિકાની એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી શબને રેફરલ હોસ્‍પિટલમાં ખેસેડેલ. પોલીસે ટ્રકના ફરાર થઈ ગયેલા ચાલક વિરૂદ્ધ ગુન્‍હો.નોંધી તપાસ હાથ ધરી છે.

(11:01 am IST)