Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

હડમતાળા જીઆઇડીસીની ફેકટરીમાં લોડર હડફેટે મજુર શત્રુધનનું મોત

રાજકોટ તા. રર :.. કોટડાસાંગાણીના હડમતાળા જીઆઇડીસીની ફેકટરીમાં લોડર હડફેટે મજુરનું મોત નિપજયું હતું.

મળતી વિગતો મુજબ હડમતાળા જીઆઇડીસીમાં ભાલાળા ઇન્‍ડસ્‍ટ્રીઝ નામની ફેકટરીમાં લોડર નં. જી.જે.-૦૩ સીએલ ૮ર૦૭ ના ચાલકે પાછળ કામ કરતા મજૂર શત્રુધનનો હડફેટે લેતા તેને ગંભીર ઇજા થતા મોત નિપજયું હતું. આ અંગે મયુરભાઇ ભાલાળાએ લોડર ચાલક સામે ફરીયાદ નોંધાવતા કોટડાસાંગાણી પોલીસે ગુન્‍હો દાખલ કર્યો હતો. વધુ તપાસ હેડ કો. એમ. બી. કટેસીયા ચલાવી રહ્યા છે.

(11:37 am IST)