Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

લોધીકાના ચાંપાબેડા ગામે પવનચકી બંધ કરવાનું કહી ધમકી આપી

રાજકોટના જયદીપસિંહ ભાટી સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. રરઃ લોધીકાના ચાંપાબેડા ગામે પવનચકી બંધ કરવા પતાવી દેવાની ધમકી આપતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

લોધીકાના ચાંપાબેડા ગામે પવનચકીએ જયદીપસિંહ નરેન્‍દ્રસિંહ ભાટી રે. મકકમ ચોક ગોંડલ રોડ રાજકોટને લાકડાના ધોકા સાથે જઇ સાહેદ વિનોદભાઇ પીપરતરને પવનચકી બંધ કરવાનું કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે પવનચકી કંપનીના કમલેશસિંહ રાજપુત રે. ગોંડલએ જયદીપસિંહ સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ કરતા હેડ કો. અજયભાઇ સોલંકીએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)