Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

પોરબંદરની માધવાણી કોલેજની ક્રિકેટ ટીમ ચેમ્પીયન

 પોરબંદર : જિલ્લા એનએસયુઆઇ આયોજિત આંતર શાળા/કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની સ્મૂતિમાં ક્રિકેટ કપ-૨૦૨૧નું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં પોરબંદર જિલ્લાની અલગ અલગ શાળા/કોલેજ અને ટ્યુશન કલાસીસ વિદ્યાર્થીઓની ૧૬ ટીમોએ ભાગ લીધો હતો.ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ રમાઈ રહ્યો હતો જેમાં કે એચ માધવાણી કોલેજ સામે જયશ્રી સરસ્વતી સ્કુલ વચ્ચે ટક્કર થઇ હતી જેમાં સરસ્વતી સ્કુલે એ પહેલા બલ્લેબાજી કરી ૧૦ ઓવરમાં ૭૭/૮ રન કર્યા હતા. જવાબમાં કે એચ માધવાણી કોલેજે ૫.૫ ઓવરમાં ૮૩/૧ રન કરી ૯ વિકેટથી જીતી આ પુરા ટુર્નામેન્ટ સારું પ્રદર્શન કરવા બદલ વિજેતા જાહેર કરી હતી.આ ટુર્નામેન્ટમાં સારું પ્રદશન બદલ નઝીમ કાટેલિયાને મેન ઓફ ધ સિરિઝ જાહેર કરાયો હતો તેમને ટ્રોફી એનાયત કરાઈ હતી, ફાઇનલ મેચમાં નઝિમ કાટેલિયા દ્વારા ૪૭ર્ં રન કરી ટીમમાં સારું ખેલવા બદલ મેન ઓફ ધ મેચ ની ટ્રોફી એનાયત કરાઈ હતી. ટુર્નામેન્ટ ફાઇનલ મેચમાં જિલ્લા પ્રમુખ નાથાભાઈ ઓડેદરા,શહેર પ્રમુખ પરિમલભાઈ, યુથ પ્રમુખ ધર્મેશભાઈ પરમાર યુવક કોંગ્રેસના આનંદ પુજાણી, વિશાલ ભાઇ ઉપસ્થિત રહ્યા હતા.વિજેતા ટીમને મુખ્ય મહેમાન તરીકે શિશુકુજમા અભ્યાસ કરતા વિશિષ્ટ શકિત ધરાવતા મંદબુદ્ઘિ બાળકોના હાથે ટ્રોફી એનાયત કરાઈ હતી. તેમજ રનર્સઅપ ટીમને પાગાબાપા આશ્રમના અસ્થિર મગજના પરમહંસો દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આયોજન બદલ પોરબંદર જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ કિશન રાઠોડ અને તેમની સમગ્ર ટીમ કુણાલ રજવાડી, જયદિપ સોલંકી,ઉમેશરાજ બારૈયા,જય ઓડેદરા,સુરજ બારોટ અને યશ ઓઝાને અભિનંદન પાઠવ્યા હતા. વિજેતા ટીમની તસ્વીર.

(11:46 am IST)