Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ઉનાઃ વીજ ચોરીના કેસમાં દંડની રકમ નહી ભરતા કોર્ટના હુકમ મુજબ ટ્રેકટર જપ્ત

(નવીન જોષી દ્વારા) ગીરગઢડા તા. રર :.. તાલુકાનાં દ્રોણ ગામે વિજ પાવર ચોરીની રકમ ના ભરતાં કોર્ટ એ ટ્રેકટર જપ્ત કરવા હુકમ કરતાં ટ્રેકટર જપ્ત કરવામાં આવ્યું હતું.

ગીરગઢડા તાલુકાનાં દ્રોણ ગામે રહેતા ભુપતભાઇ અરજણભાઇ વાઘેલાનાં ઘરે અગાઉ પીજીવીસીએલ વિજ ચેકીંગ કરેલ હતું તેને બે વખત વિજ ચોરીમાં પકડાયેલ હતાં. જેની વિજ ચોરીની રકમ રૂ. ૬૪૮પ૮-૭૯ પૈસા રૂ. ૭૦૭ર-૩૮ રકમ ભરવામાં ન આવતા પીજીવીસીએલ દ્વારા ગીરગઢડા નામદાર કોર્ટ દરખાસ્ત ર૦૧૯ માર્ચ માસની દાખલ કરેલ હતો. તા. ૧૯-૩-ર૦ર૧ નાં રોજ કોર્ટના બેલીફ તથા પીજીવીસીએલ અધિકારી, કર્મચારીઓ વસુલાત કરવા ભુપતભાઇ ના ઘરે જતાં ભુપતભાઇએ રકમ ભરવા ઇન્કાર કરતા પીજીવીસીએલ અને કોર્ટનાં કર્મચારી દ્વારા ભુપતભાઇ વાઘેલાનું એક ટ્રેકટર અંદાજીત રકમ રૂ. ૧ લાખ રં હજારનું કબજે લઇ ગીરગઢડા નામદાર કોર્ટમાં જમા કરાવેલ છે. વીજચોરીનું બીલ અને દંડ ના ભરતાં કોર્ટ એ જપ્તીની કાર્યવાહી કરતા વિજ બાકી લેણા રકમના ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો હતો. ટ્રેકટર નંબર જીજે-૧૮-એચ. ૪૪૮૬ નંબરનું કબજે કરેલ છે.

(11:49 am IST)