Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ઓખામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી

 મીઠાપુર : ઓખામાં આવેલ આશરે ૫૦ વર્ષથી અવિરત કાર્યરતશ્રી સર્વોદય મહિલા ઉદ્યોગમંડળ દ્વારા અવારનવાર વિવિધ કાર્યક્રમો યોજાતા રહે વહે. સીનીયર સીટીઝન માટેના કાર્યક્રમ બાદ વિશ્વ મહિલા દિવસની ઉજવણી અને હવે વિશ્વ ચકલી દિવસના અનુસંધાને શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગમંડળ દ્વારા સંસ્થાના પ્રમુખ શ્રી ડો. પુષ્પાબેન સોમૈયા તથા તેમની ટીમ દ્વારા બાળકોને સાથે રાખી ઘર આંગણે આવતા ચકલી તથા બીજા પક્ષીઓ અંગે બાળકો સાથે નિખાલસતાથી એક દાદીમાંની જેમ જ વાટો કરી પક્ષીઓ તથા તેમના મહત્વ વિષે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. તથા પાણીના કુંડા તેમજ ચણ તથા વાટકી અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડો.પુષ્પાબેનએ પ્રતિજ્ઞા લેવડાવી હતી. (તસ્વીર-અહેવાલ -દિવ્યેશ જટણીયા -મીઠાપુર)

(11:55 am IST)