Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મીઠાપુર : જી.પી.એસ.સીના પરીક્ષાર્થીને શુભેચ્છા પાઠવતુ ભાજપ

 મીઠાપુર : જી.પી.એસ.સી કલાસ -૧/૨ ઓફીસરની પરીક્ષા આપનારા પરીક્ષાર્થીને ખંભાળિયા શહેર ભાજપ દ્વારા સેન્ટ કર્વે સ્કૂલ ખાતે માસ્ક આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઇ ગઢવી, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર અને પીયુશભાઇ કણજારીયા, વગેરે હાજર રહ્યા હતા. આ પરીક્ષા દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે રહેતા અને અનેક વિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા પુજાબેન દવે પણ દેવા ગયા હોય તેઓ દ્વારા આ બધા ઉપસ્થિત આગેવાનોનું ઉપકરણા દ્વારા સન્માન કરાયું હતું. (તસ્વીર -અહેવાલ : દિવ્યેશ જટણીયા -મીઠાપુર)

(11:55 am IST)