Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ચકલીઓ માટે વીર ગ્રુપ સુલતાનપુરની મદદથી ૫૬૦૦ માળા બનાવી વિતરણ,૧૧ પોલીસ મથકમાં પણ ૫૦૦ માળા લગાડયા, પ્રેરણાદાયક કથા

ગોંડલ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા ટીમ દ્વારા સરાહનીય કાર્ય

રાજકોટ તા.૨૨, લુપ્ત થતી જતી પરંપરા અને કુદરતી કલબલાટ અવાજોની મધુરતા કાયમ રાખી નવી પેઢી પણ કુદરતી વાતાવરણ સાથે પોષણનું મહત્વ સમજે તે માટે પ્રકૃતિ પ્રેમી એવા ગોંડલ DYSP પ્રતિપાલ સિહ ઝાલા ટીમ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિતે એક નાનકડો છતાં સરાહનિય પ્રયાસ કર્યો જે કાબિલે દાદ બની રહ્યો છે.  પ્રતિપાલ સિહ ઝાલા ટીમ દ્વારા સુલતાનપુર વીર ગ્રુપની મદદથી કુલ ૫૬૦૦ માળાઓ તૈયાર કરી વિતરણ કર્યા, વાત અહીંથી પૂર્ણ થતી નથી પોતાની હકુમત હેઠળના ૧૧ પોલીસ મથકમાં ૫૦૦ માળાઓ લગાડી અનોખી મિશાલ પ્રસ્થાપિત કરી છે.

(11:56 am IST)