Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

કોડીનાર રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા સન્માન

 કોડીનાર : જિલ્લા તેમજ તાલુકા પંચાયતના ઇલેકશન બાદ નવનિયુકત પદાધિકારીઓની નિમણૂક થઇ હતી જેમનું રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું.. જેમાં ગીર સોમનાથ જીલ્લા ઉપપ્રમુખ નીતાબેન દિલીપસિંહ મોરી , કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન પ્રતાપભાઈ ડોડીયા , ઉપપ્રમુખશ્રી તેમજ સદસ્યશ્રી દીપસિંહભાઈ બારડનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ રઘુસિંહ મોરી, કોડીનાર નગર કાર્યવાહ ચિરાગસિંહ, જિલ્લા પ્રચાર મંત્રી ભરતસિંહ ઝાલા, તાલુકા સ્કૂલ ઇન્સ્પેકટર  વિનોદભાઈ બારડ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભીખુભાઈ ગોહિલ , તાલુકા પ્રચાર મંત્રી દિલીપસિંહ બારડ, કોષાધ્યક્ષ મયુરસિંહ દાહિમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે નવનિયુકત હોદ્દેદાર દીપસિંહભાઈ બારડ દ્વારા મહાસંઘ શિક્ષક હિત સમાજ હિત તેમજ રાષ્ટ્રહિતના કાર્યમાં આગળ વધે તે અંગે જણાવેલ હતું. સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:58 am IST)