Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મોરબી : નંબર પ્લેટ વગરના ૯ ડમ્પર ચાલક સામે કાર્યવાહી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૨ : મોરબી પંથકમાં નંબર વગરના ડમ્પર બેફામ દોડતા હોય જેને પગલે બી ડીવીઝન પોલીસ ટીમે આવા વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી અને નવ ડમ્પરચાલકોને ઝડપી લઈને ડીટેઈન કરવામાં આવ્યા છે.

પીઆઈ આઈ એમ કોઢિયાના માર્ગદર્શન હેઠળની ટીમે નંબર વગરના ડમ્પર લઈને નીકળતા ઈસમો સામે કાર્યવાહી કરી હતી જેમાં રાકેશ વાલજી ટાંક રહે કાંતિનગર મોરબી ૨ વાળા ડમ્પર જીજે ૩૬ ટી ૫૯૩૬, વિજય ભલુભાઈ મહેડા રહે ટીંબડી પાટિયા પાસે ટ્રક જીજે ૧૨ એયુ ૮૧૫૯, મનોજ લુખીરામ હાંસદા રહે જયદીપ સ્ટોન મોરબી ટ્રક જીજે ૧૬ ઝેડ ૩૩૬૪, કનિકરામ તુલસીરામ ચૌધરી રહે ટીંબડી પાટિયા પાસે ટ્રક જીજે ૧૨ બીટી ૪૫૭૪, રમેશ ભગાભાઈ ડાભી રહે મહીસાગર વાળાનું ડમ્પર જીજે ૦૫ ડીએક્ષ ૯૨૭૧, રમેશ પુંજાભાઈ ઠાકોર રહે મીતાણા વાળા ટ્રક જીજે ૦૩ બીડબલ્યુ ૦૧૪૧, ઝાલાભાઇ બહાદુરભાઈ દેકાવાડેયા રહે ખેતરડી તા. હળવદ જીજે ૩૬ વી ૮૫૩૯, કરશન સઅતાભાઈ દેકાવાડીયા રહે ખેતરડી તા. હળવદ જીજે ૩૬ વી ૯૫૩૯ અને દિનેશ લાલજીભાઈ લોદરીયા રહે સુખપર તા. હળવદ જીજે ૩૬ ટી ૯૧૪૮ એમ નવ ડમ્પર ઝડપી લઈને એમવી એકટ કલમ ૨૦૭ મુજબ ડીટેઈન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:56 pm IST)