Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મોરબીમાં નંબર પ્લેટ વગર ફરતા ધૂમ સ્ટાઇલ બાઇક સામે ૨૨ કેસ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૨ : મોરબીમાં નાગરિકો માટે જોખમરૂપ બનેલા ધૂમ સ્ટાઇલ બાઈક ચાલકો બાદ કાળ બનીને ફરતા નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકો વિરુદ્ઘ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લામાં અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં અમુક વાહન ચાલકો તેમના વાહનમાં નંબર પ્લેટ લગાવતા નથી જેથી નંબર પ્લેટ વગર બેફામ રીતે ચાલતા ટ્રક-ડમ્પરો તથા મોડીફાઇડ કરેલ સાયલેન્સર બુલેટ ચાલકો તથા બ્લેક ફિલ્મ વાળી કારમાં અનધિકૃત લખાણ વાળી નંબર પ્લેટ લગાવી વાહન ચાલકો મોરબી જીલ્લાના માર્ગો પર ફરી રહેલ હોય જેથી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ આ સંબંધે તાત્કાલીક અસરકારક અને દાખલારૂપ કાર્યવાહી કરવા આદેશ આપતા તમામ પોલીસ મથક દ્વારા ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી કરી હતી.

મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક શાખાને સૂચના આપતા ના.પો.અધિકારી મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી અધિકારી તથા કર્મચારી સાથે પૂરઝડપે તેમજ નિયમોનો ભંગ કરતા ડમ્પરો, મોટર-કાર તથા બુલેટ મોટર સાયકલોના ચાલકો જે ઓવર સ્પિડમાં તેમજ ભયજનક રીતે ચલાવીને નીકળેલ વાહનોને ઝડપી પાડી ૨૨ કેસ કર્યા હતા તથા નંબર પ્લેટ વગરના તેમજ ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર તથા ડબલ સાયલેન્સર વાળા વાહનોને એમ.વી.એકટ ૨૦૭ મુજબ ડીટેઇન-૪૯ કેસ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત નંબર પ્લેટ વગરના તેમજ ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર તથા શીટ બેલ્ટ વગરના તથા કાળા કાચ વાળા તથા વાહનને લગતા દસ્તાવેજી કાગળો કે ચાલકનુ લાયન્સ સાથે નહિ રાખે તથા રોંગ સાઇડમાં તથા ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત કરતા નીકળેલ વાહન ચાલકો વિરૂધ્ધ એન.સી. કુલ ૧૧૧ કેસ કરી તેનો સ્થળ દંડ રૂ.૫૨૦૦૦ વસુલ કરેલ હતો.

(12:57 pm IST)