Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મીતાણા નજીક બે બાઇક અથડાતા યુવતિનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૨ : ટંકારાના મીતાણા ગામ નજીકથી પસાર થતા બાઈક સાથે અન્ય બાઈક અથડાયું હતું જે અકસ્માતમાં એક વ્યકિતનું મોત થયું હતું તો અન્યને ઈજા પહોંચી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પડધરી તાલુકાના ઉકરડા ગામના રહેવાસી હંસાબેન કેતનભાઈ રાઠોડ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ પોતાનું બાઈક જીજે ૩૬ કયું ૯૮૪૩ લઈને જતા હોય ત્યારે મીતાણા નેકનામ જતા રોડ પર સામેથી આવતા મોટરસાયકલ જીજે ૦૩ ઇએફ ૮૬૧૨ ના ચાલકે અકસ્માત સજર્યો હતો જે અકસ્માતમાં તેના જેઠની દીકરી દ્રષ્ટિને ઈજા પહોંચાડી તેમજ ફરિયાદીના ભાઈ હરજીવનભાઈને માથાના અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મોત થયું હતું ટંકારા પોલીસે અકસ્માત અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

નસીતપર ગામની પરિણીતા ગૂમ

ટંકારાના નસીતપર ગામની રહેવાસી નયનાબેન મહેશભાઈ વ્યાસ (ઉ.વ.૪૧) નામની પરિણીતા ગામમાં રહેતા લખમણભાઈના ઘરે ઈમીટેશનનું કામ કરતી હોય જેના ઘરે માલ દેવા જવાનું કહીને ગત તા. ૦૮ માર્ચના રોજ ઘરેથી નીકળી ગયા બાદ પરત ફરી નથી પરિણીતા તેની સાથે થેલીમાં આધારકાર્ડ અને રાશનકાર્ડ ઉપરાંત ૨૦૦૦ રોકડા લઈને ગઈ હોવાનું જણાવ્યું છે તેમજ ગુમ થયેલ પરિણીતા વિષે સગા સંબંધિઓમાં તપાસ કર્યા બાદ મળી નહિ આવતા ગુમ થયા અંગે ટંકારા પોલીસને જાણ કરી છે.

(12:57 pm IST)