Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મોરબીમાં દુકાનમાં જુગાર : ૧૪ ઝડપાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૨ : જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ, મોરબી ડીવી.મોરબીના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ બી. પી.સોનારાની સુચના મુજબ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટેના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો.કોન્સ ચકુભાઇ કરોતરા તથા પો.કોન્સ ભાવેશભાઇ મિયાત્રાને બાતમી મળેલ કે જયવિરસીંહ ભરતસિંહ પરમાર રહે. મોરબી નવલખી રોડ કુબેરનગર વાળાની મોરબી તખ્તસિંહજી રોડ ઉપર નિલકંઠ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ પોતાની ભાડાની દુકાન (ઓફીસ)માં બહારથી માણસો ભેગા કરી ગંજીપતા વડે પૈસા પાના વતી જુગાર રમતા હોય જેથી પોલીસે દરોડો કરતા ત્યાં જુગાર રમતા જયવીરસિંહ ઉર્ફે જયુભા ભરતસિંહ પરમાર, વિજયભાઈ ધીરુભાઈ સાંતલાપરા, તરુણભાઈ ઉર્ફે લાલો નરસંગભાઈ મારૂ, જયેશભાઈ રાણાભાઇ મારૂ, હરેશભાઈ ચંદુભાઈ પરમાર, વિજયભાઈ કમાભાઈ ગમારા, લક્ષ્મણભાઈ ગોકળભાઈ ટોટા અને સિકંદરભાઈ દિલાવરભાઈ મોવરને રોકડ રકમ રૂ.૭૩૫૫૦ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસની આ કામગીરી પી આઈ બી પી સોનારા, પીએસઆઈ વી જી જેઠવા, રામાભાઈ મઢ, પ્રફુલભાઈ પરમાર, મહાવીરસિંહ પરમાર, કિશોરભાઈ મિયાત્રા, ભાનુભાઈ બાલાસરા, ચકુભાઈ કરોતરા, સંજયભાઈ બાલાસરા, ભરતભાઈ હુંબલ અને ભાવેશભાઈ મિયાત્રા સહિતની ટીમે કરેલ છે.

પરસોત્તમ ચોકમાં જુગાર

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એન.બી.ડાભીની સુચનાથી એલસીબીના પો.હેડ.કોન્સ. સંજયભાઈ મૈયડ તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલાને મળેલ હકીકત આધારે મોરબી સીટી એ ડિવીઝન વિસ્તારના કાલીકા પ્લોટમાં ૫રસોત્ત્।મયોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો પાડી ત્યાં જુગાર રમતા નરેન્દ્ર ઉર્ફે નલો અમૃતલાલ પાટડીયા, વિજયભાઇ ઉર્ફે વજુ લાખાભા ફુનડા, જયદિપ ઉર્ફે મયો ઝવેરીભાઇ રતન, લાલજીભાઇ ભાણજીભાઇ સોલંકી, અનિલ ઉર્ફે રાજાભાઈ હરીલાલ રાજા અને રમેશ મનહરલાલ સોલંકીને રોકડા રૂપીયા ૩૭,૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એન.બી.ડાભી, એચસી સંજયભાઇ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા,પીસી ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડના એચસી વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ ચંન્દ્રકાંતભાઇ વામજા ભરતભાઇ મિયાત્રા તથા રણવીરસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.

(12:59 pm IST)