Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જુનાગઢમાં પતિએ ઠપકો આપતા પત્‍નીનો ઝેરી ટીકડા ખાઇને આપઘાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર :  જુનાગઢના ગાંધીગ્રામમાં આવેલ વિજય આનંદ એપાર્ટમેન્‍ટમાં રહેતા સોનીબેન ચિરાગભાઇ લશ્‍કરી (ઉ.વ.ર૬) નામની પરિણીતાને તેનો ભાઇ આર્થિક મદદ કરતો. પરંતુ પતિને  પસંદ ન હતુ.

આ બાબતે આજુબાજુમાં વાતો થતી હોય તેથી સોનીબેનને ગઇકાલે તેમના પતિએ ઠપકો આપતા તેણીએ ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. આથી પરિણીતાએ તાત્‍કાલીક સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં તેનું મૃત્‍યુ થયુ હતુ.

દાઝી જતાં મોત

જુનાગઢની નીલકમલ સોસાયટીમાં રહેતા રીટાબેન જયોતિષભાઇ ઉનડકટ (ઉ.વ.૬૧) નામના વૃધ્‍ધાનું રસોઇ બનાવતી વખતે દાઝી જવાથી સારવાર દરમિયાન મૃત્‍યુ નીપજયુ હતુ.

(1:01 pm IST)