Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

શાપર વેરાવળ રહેતો કેશોદના સીલોદર ગામનો શખ્સ જુનાગઢમાં પિસ્તોલ સાથે ઝબ્બે

જુનાગઢ તા. રર :.. વંથલી રોડ, યોગી પાર્ક સોસાયટીના નાકા પાસે ઉભેલ ઇસમ પાસે હથીયાર હોવાની બાતમી મળેલ જે આધારે યોગી પાર્ક સોસાયટીના નાકા પાસેથી એક ઇસમને પકડી અંગઝડતીમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ-૧ તથા જીવતો કાર્ટીસ નંગ ૧ તથા ખાલી મેગ્ઝીન-૧ મળી આવતા હથિયારધારા ક. રપ (૧-બી) એ, તથા જી. પી. એકટ કલમ ૧૩પ મુજબ સી. ડીવી. પોલીસ સ્ટેશનને ગુન્હો. (૧) મયુર ગોવિંદભાઇ રાજાભાઇ ગોહેલ અનુ. જાતિ ઉ.ર૪ રહે. શાંતિધામ સોસાયટી, શાપર વેરાવળ જી. રાજકોટ હરીભાઇના મકાનમાં ભાડેથી (મુળ) સીલોદર તા. કેશોદ સામે દાખલ કરેલ છે. એસ. ઓ. જી.ના પો. ઇન્સ. એચ. આઇ. ભાટી તથા પો. સબ. ઇન્સ. જે. એમ. વાળા, એમ. જે. કોડીયાતર તથા એએસઆઇ એમ. વી. કુવાડીયા, પી. એમ. ભારાઇ તથા પો. હેડ કોન્સ. સામતભાઇ બારીયા, દીપકભાઇ જાની, મજીદખાન પઠાણ, ભરતસિંહ સિંધવ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર, બાબુભાઇ કોડીયાતર, અનિરૂધ્ધસિંહ વાંક તથા પો. કોન્સ. મહેન્દ્રભાઇ ડેર, ધર્મેશભાઇ વાઢેળ, શૈલેન્દ્રસિંહ સીસોદીયા, રવીરાજ વાળા, જયેશભાઇ બકોત્રા વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(1:04 pm IST)