Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જૂનાગઢ પોલીસે પડી ગયેલો થેલો શોધી કાઢી જેને મળેલ તે વાહન ચાલકને ઠપકો પણ આપ્‍યો

જૂનાગઢ,તા. ૨૨: ચિતાખાના ચોક ખાતે આવેલ કન્‍યાશાળામાં પ્રિન્‍સિપાલ તરીકે નોકરી કરતા અને મેઘના સોસાયટી, ગિરિરાજ મેઈન રોડ, જૂનાગઢ શહેરમાં રહેતા, કોમલબેન જયેશકુમાર શુકલા, એક્‍ટિવા લઈને, જૂનાગઢ બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલ એસબીઆઈ બેંકમાં ગયેલ હતા. કામ પતાવી, પરત આવતા, રસ્‍તામાં પોતાનો થેલો ક્‍યાંક પડી ગયેલ હતો. જેમા તેઓનું લીનોવો કંપનીનું લેપટોપ, એમ.આઈ. કંપનીનો મોબાઈલ, એસબીઆઈ બેંકની ચેકબુક, પાસબુક, સ્‍કૂલની ચાવીઓ, દસ્‍તાવેજ, રબ્‍બર સ્‍ટેમ્‍પનું બોક્‍સ, વિગેરે સહિત અંદાજીત રૂ. ૫૦,૦૦૦/- નો કીમતી સામાન હતો. આ બાબતની જાણ બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે પીઆઇ આર.બી. સોલંકી તથા સ્‍ટાફને કરતા, તેઓ દ્રારા જીલ્લાના કમાન્‍ડ  &  કંટ્રોલ રૂમના પીએસઆઇ પી.એચ.મશરૂને જાણ કરતા કમાન્‍ડ & કંટ્રોલ રૂમ તથા બી ડિવિઝન પોલીસના સ્‍ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

 ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.ઇન્‍સ આર.બી.સોલંકી પો.હેડ.કોન્‍સ રજાકબીન સૈયદભાઇ આરબ પો.કો પરેશભાઇ, રઘુવીરભાઈ, મુકેશભાઇ, વીપુલભાઈ, કલ્‍પેશભાઈ તેમજ જીલ્લાના કમાન્‍ડ  &  કંટ્રોલ રૂમ ખાતેના પીએસઆઇ પી.એચ.મશરૂ, પો.કો. રાહુલગીરી મેઘનાથી, રાકેશભાઈ યાદવ, અશોકભાઇ રામ, રવિરાજસિંહ વાઘેલા તથા જીવાભાઇ ગાંગણા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા, કોઇ વાહન ચાલક આજુ બાજુ નજર કરી કોઈ દેખાણું નહિ એટલે થેલો લઈને જતા રહેલ. બસ સ્‍ટેન્‍ડના કેમેરામાં નંબર પ્‍લેટ સ્‍પષ્ટના વંચાણી એટલે અન્‍ય લોકેશનના કેમેરા ચેક કરતા, જોષીપરા વિસ્‍તારમાં ચોખ્‍ખી નંબર પ્‍લેટ મળી ગયેલ છે. જે મોટર સાયકલ નમ્‍બર GJ 11 AK 2852 શોધી કાઢવામાં આવેલ.

મોટર સાયકલના નંબર આધારે માલિકનુ નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતું. માલિક દ્વારા મોબાઈલ ફોન પણ સ્‍વીચ ઓફ કરી નાખવામાં આવેલ હતો. બી ડિવિઝન પોલીસ દ્વારા માલિકને શોધી, પૂછપરછ કરતા, પોતાને થેલો બસ સ્‍ટેન્‍ડ પાસેથી મલ્‍યાનું કબુલ્‍યું હતું. આજના યુગમાં માણસો પ્રામાણિકતા દાખવી, અન્‍ય વ્‍યક્‍તિનો મળેલો સામાન પરત આપે છે, તેવા સમયે મોટર સાયકલ માલિકની દાનત બાબતે જૂનાગઢ પોલીસ દ્વારા વાહન માલિકને ઠપકો પણ આપેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા કન્‍યાશાળાના પ્રિન્‍સિપાલ કોમલબેન જયેશકુમાર શુકલાનો કીમતી સામાનનો થેલો સહી સલામત પરત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો કિંમતી સામાન પરત અપાવવા માટે કરેલ તાત્‍કાલિક સવેંદનપૂર્ણ કાર્યવાહી થી પ્રભાવિત થઈને કોમલબેન જયેશકુમાર શુકલાએ જૂનાગઢ પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

 

(1:05 pm IST)