Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ઝડપી ચાલ સ્પર્ધામાં જુનાગઢના વૃદ્ધો વિજેતા બન્યા

જુનાગઢ, તા. રર : સિનિયર સિટીઝન મંડળ, જુનાગઢ આયોજિત ઝડપી  ચાલવાની સ્પર્ધા તા.૨૦/૦૩/૨૦૨૧ શનિવારે સવારે ૭-૩૦ કલાકે શ્રી પંડિત  દિન દયાળ પર્વતારોહણ કેન્દ્ર, ભવનાથ તળેટી, જુનાગઢ ખાતે યોજવામાં  આવેલ હતી. આ સ્પર્ધામાં ૪૦ થી ૪૫ જેટલા સિનિયર સિટીઝન ખેલાડી  ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. સિનિયર સિટીઝન્સ મંડળના જે. બી. માંકડ, ઉપ પ્રમુખ આઇ. યુ. સીડા તમામ ટ્રસ્ટ્રીશ્રીઓની ઉપસ્થિતિમાં તમામ ટુકડીઓને ફલેગ ઓફ આપી  સ્પર્ધાનો પ્રારંભ કરાવેલ હતો. 

આ સ્પર્ધાનો હેતુ સિનિયર સિટીઝન્સ મંડળ, જુનાગઢના  સભ્યોમાં હકારાત્મક અભિગમ કેળવવાનો અને સભ્યોની ફિટનેશ જાળવવા  નો દૃસ્ટ્રીકોણ રહેલો છે. આ સ્પર્ધામાં ૯૦ વર્ષ ઉપરના ગ્રુપમાં ૯૨ વર્ષના નાથાભાઇ એમ. દિવરાણીયા ભાગ લઇ આજના યુવાનોને તંદુરસ્ત  શરીરનું સુંદર ઉદાહરણ પુરૂ પાડી યુવાનોને મોબાઇલ, ટીવી, ફૂટેવો છોડી  રમતમાં જોડાવવા અપીલ કરેલ હતી. તેમજ પ્રમુખશ્રીએ વિજેતા  ખેલાડીઓને અભિનંદન સાથે પ્રમાણ-પત્રો અને ઇનામો આપી પ્રોત્સાહિત  કર્યા હતા. તેમજ સેક્રેટરી જે. એમ. ઝાલાવાડિયા વિજેતા ખેલાડીઓને શુભેચ્છા પાઠવેલ. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી  વજશીભાઇ સોલંકી અને લલિતભાઇ દવે એ  જહેમત ઉપાડેલ.

સ્પર્ધાનું પરિણામ

ગ્રુપ - ૬૦ વર્ષ ઉપરના

ભાઇઓ

(૧) શ્રી. ઓસમાણ એ. સુમરા

(૨)  મુળુભાઇ કે. કે જોગલ

(૩) શ્રી. પરસોતમ એસ. સાંખલા

બહેનો

(૧) શ્રી. રંજનબેન ડી. વાગડીયા

(૨) શ્રી. કંચનબેન એચ. દેત્રોજા

(૩) શ્રી. સવિતાબેન રૂપાપરા

ગ્રુપ - ૭૦ વર્ષ ઉપરના

ભાઇઓ

(૧) શ્રી. મગનભાઇ એન. ટાંક

(૨) શ્રી. અરજણભાઇ કે. ચાવડા

(૩) શ્રી. વૃજલાલ જી. હિરપરા

ગ્રુપ -  ૮૦ વર્ષ ઉપરના

ભાઇઓ

(૧) શ્રી. મોહનલાલ કે. ચોટલીયા

(ર) શ્રી. હુંદરાજભાઇ અડવાણી

(૩) શ્રી. જે. બી. માંકડ

બહેનો

(૧) શ્રી. ભાનુમતિબેન કે. પટેલ

(૨) શ્રી. ઉર્મિબેન માંકડ

ગ્રુપ - ૯૦ વર્ષ ઉપરના

ભાઇ

(૧) નાથાભાઇ એમ. દિવરાણીયા.

નો સમાવેશ થયો છે.

(1:05 pm IST)