Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

સાવરકુંડલામાં કોરોના રસીકરણ

સાવરકુંડલા કોરોનાના વેકસીનેશન અંતર્ગત સાવરકુંડલા શિવાજીનગરમાં રહેતા નિવૃત પોલીસ ઇન્‍સ્‍પેકટર અને સનરાઇઝ સ્‍કુલના સ્‍થાપક પ્રમુખ બદરૂભાઇ આપભાઇ ખુમાણ ઉ.વ.૮૩ વર્ષ તથા મેનેજીંગ ટ્રસ્‍ટી પ્રતાપભાઇ ખુમાણ દ્વારા સરકારશ્રી તરફથી અપાતી વેકસીન લઇને ભરોસાનો સંદેશ આપી. ૧૦૦ ટકા વેકસીનેશન કરાવવા અનુરોધ  કર્યો હતો. આ સમયે શિવાજીનગર વિસ્‍તારમાં તમામ કાઉન્‍સીલર અજયભાઇ ખુમાણ, પ્રતીકકુમાર નાકરાણી મંજુલાબેન ચિત્રોડા, જયાબેન કાલેણા હાજર રહયા હતા.

 

(1:09 pm IST)