Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

અમરેલીમાં વોર્ડ નં. ૪માં સીસી રોડનું ખાતમુહુર્ત

 અમરેલી નગરપાલિકાના પ્રમુખ મનિષાબેન સંજયભાઇ રામાણી તથા ઉપ્રમુખ રમાબેન નરેશભાઇ મહેતા દ્વારા વોર્ડ નં. ૪ હનુમાનપરા રોડ શેરી નં. ૪ના  સીસી રોડનું ખાતમુહુર્ત કરવામાં આવતા સ્‍થાનિક રહીશો દ્વારા સ્‍થાનિક જરૂરીયાતને પ્રથમ અગ્રતા આપવા બદલ, જે. કામગીરીને બિરદાવવામાં આવેલ હતી. અને શુભેચ્‍છાઓ પાઠવવામાં આવેલ આ સીસી રોડના ખાતમુહુર્ત પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ તુષારભાઇ જોશી, નગરપાલીકા પ્રમુમ મનિષાબેન રામાણી, ઉપપ્રમુખ રમાબેન મહેતા ચિરાગભાઇ ચાવડા, નગરસેવકક અરૂણાબેન બામણીયા, મનિષભાઇ ધરજીયા , દિપકભાઇ બાંભરોલીયા, બીપીનભાઇ લાખાણી, મેહુલભાઇ ધોરાજીયા પંકજ સોલંકી તથા વોર્ડ નં. ૪ ના આગેવાન તથા કાર્યકર્તાઓ સહિતના મહાનુભાવોએ હાજરી આપેલ હતી.

(1:14 pm IST)