Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

અમરેલીનાં લાલાવદરમાં આરોગ્‍ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ કાર્યક્રમ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૨: કોરોનાની મહામારીના સમયમાં આજરોજ અમરેલીના લાલાવદર ગામે આરોગ્‍યની ટીમે કોરોના વેક્‍સિનેશનની પ્રશંસનીય કામગીરી કરી હતી.

જાળીયા પી.એચ.સી. સબસેન્‍ટર લાલાવદરમા અધિકારીના માર્ગદર્શન હેઠળ ગામના ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વિકસીન અપાઇ હતી.

જેમાં ગામના સરપંચ ચેતનભાઈ ધાનાણી તથા ગામના અગ્રણી ઓ તેમજ આરોગ્‍ય વિભાગની ટીમ તેમાં ડોક્‍ટર સપના બહેન, જે.સી. શુક્‍લ ,દિવ્‍યા બેન પંડ્‍યા ,રાજનભાઈ ભટ્ટ, જયાબેન માતરીયા, નૂતન બેન, કુંદનબેન સહિત કાર્યકરોએ જહેમત ઉઠાવી ગામના ૧૦૧ વ્‍યક્‍તિ ઓને કોરોના રસી મૂકી કોરોના થી ભય મુક્‍ત કરેલ છે.

(1:15 pm IST)