Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

કણઝા ધાર પાસે બે લાખના દારૂ સાથે ૪ ઝડપાયા

બંધ પેટ્રોલપંપની બંધ દુકાનોમાં માલ પડેલોઃ ૫૬ પેટી મુદ્દામાલ સગેવગે થાય એ પહેલા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચનો સપાટો

જૂનાગઢ,તા. ૨૨: વંથલી તાલૂકાના કણજાધાર પાસે આવેલ બંધ પેટ્રોલપંપમાં ખાવેલ બંધ દુકાનમાંથી વિદેશી દારૂના જથ્‍થો સગે-વગે કરવાની પેરવીમાં રહેલ બૂટલેગરોના મનસુબાને નિષ્‍કળ ખનાવી વિદેશી દારૂની પટી નંગ-ર૪ ખોટલ-ર૮૭ તથા બીયર ટીન પેટી નંગ-૩ર ટીન નંગ-૭૬૪ મળી કુલ કિ.રૂ.૧,૯૧,૨૦૦/- તથા અન્‍ય મુદામાલ સહિત કુલ કિ.રુ.૪,૪૦,૫૦૦/- નો કબ્‍જે કરી પ્રોહીબીશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ  ક્રાઇમ બ્રાન્‍ચ જૂનાગઢ શોધી કાઢેલ છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંક પવા સુચના તેમજ પોલીસ અયિક્ષક શ્રી રવિતેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્‍તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય, જે અન્‍વયે ઇચા.પો.ઇન્‍સ. એચ.આઇ.ભાટી

તથા પો.સ.ઇ. આર.કે.ગોહિલ તથા ડી.જી.બડવા પ્રયત્‍નશીલ હોય. પો. કોન્‍સ. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારાને હકિકત મળેલ કે, વંથલી તાબેના કણજા ધાર ખાતે આવેલ જુના પેટ્રોલપંપના ડેલાની અંદર આવેલ બંધ દુકાનમાં અમુક ઇસમો દારૂ મંગાવી કટીંગ કરતા હોય, અને હાલ આ પ્રવૃતિ ચાલુ હોય.  જગ્‍યા નજીક આવતા ઉતર બાજુના ડેલા ઉપર ચામુંડા મહાદેવ ઇશ્વર કૃપા લખેલ હોય. જે ડેલાની અંદર પ્રવેશતા ચાર ઇસમો કાંઇક હેરફેર કરતા જોવામાં આવતા તેઓને કોર્ડન કરી પકડી પાડી બંધ દુકાનમાં ચેક કરતા દારૂનો પેટીઓ તથા બીયર ટીન મળી આવતા કબ્‍જે કરી.

હરેશભાઇ દેવરાજભાઇ કરમટા ઉ.વ.રપ  લીરબાઇપરા,  મેરામણ ઉર્ફે મેરા રાણાભાઇ મોરી ઉ.વ.૪૦ રહે. પાદરીયાગામ, જયદિપ બાવનભાઇ વાંદા ઉ.વ.૧૯ રહે. લીરબાઇપરા, હનુમાન મંદિર પાસે, મિલાપ ગોરધનભાઇ ધડુક ઉ.વ.૩૩ રહે. ઝાંઝરડા રોડ, જનકપુરી સોસાયટીને ઝડપી લીધા હતા.

કબ્‍જે કરવામાં આવેલ મુદામાલ  મેકડોવેલ્‍સ નં.૧ સુપીરીયર વ્‍હિસ્‍કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્‍લી ૭૫૦ એમ.એલ. ની પેટી નંગ-નંગ-૨ર બોટલ નંગ-૨૬૪ કિ.રૂ.૧,૦૫,૬૦૦/-

નાઇટ બ્‍લુ મેટ્રો લીકર ફોર સેલ ઇન હરીયાણા ૭૫૦ એમ.એલ..ની પેટી નંગ-૨ બોટલ નંગ- ૨૩ કિ.રૂ.૯ર૦૦/-

હેવર્ડ ૫૦૦૦ સ્‍ટ્રોંગ બીયર ૫૦૦ એમ.એલ. ફોર સેલ ઇન હરીયાણા ઓન્‍લી પેટી નંગ-૧૬ નંગ- ૩૮૨ કિ.રૂ.૩૮,૨૦૦/-

ટુબર્ગ સ્‍ટ્રોંગ બીયર ટીન ૫૦૦ એમ.એલ. ફો રસેલ ઇન હરીયાણા ઓન્‍લી પેટી નંગ-૧૬ બોટલ નંગ-૩૮૨ કિ.રૂ.૩૮,૨૦૦/-

અલ્‍ટો કાર રજી નં. જીજે-૧૧-બીએચ-૫૮૩૯ કિ.રૂ.૨,૦૦,૦૦૦/-

હિરો સ્‍પેલન્‍ડર મો.સા. રજી. નં.જીજે.-૧૧-બીએલ-૮૨૦૬ કિે.ર્રૂ.૨૫,૦૦૦/-

મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૨૦,૫૦૦/- મળી કુલ કો.રૂ. ૪,૪૦,૫૦૦ છે.

ક્રાઇમ બ્રાન્‍ચના ઇન્‍ચા.પો.ઇન્‍સ.  એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. આર.કે.ગોહિલ તથા ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વિ.એન.બડવા, તથા પો. હેડ કોન્‍સ. શબ્‍બીરખાન બેલીમ, વિક્રમભાઇ ચાવડા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, નિકુલ પટેલ તથા પો.કોન્‍સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ સોનારા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા, સાહિલભાઇ સમા, દિનેશભાઇ કરંગીયા, દિવ્‍યેશભાઇ ડાભી, ભરતભાઇ સોલંકી, ડ્રા. પો.કોન્‍સ. મુકેશભાઇ કોડીયાતર, જગદિશભાઇ ભાટ્ટુ વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:17 pm IST)