Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જામનગરમાં કાર હડફેટે ૨ વર્ષની સાક્ષી મકવાણાનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેનમાં વંદનાબેન હંસરાજભાઈ દિનેશભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર ગોકુલનગર, રડાર રોડ, વૃદાંવન સોસાયટી શેરી નં.-૬, શંકરના મંદિરની બાજુમાં ફરીયાદી વંદનાબેનની દિકરી સાક્ષી ઉ.વ.ર, ઘરની બહાર શંકરના મંદિરના ખુણા પાસે રમતી હતી. ત્‍યારે આરોપી સિલ્‍વર કારની ઈનોવા ફોરવ્‍હીલ ગાડી જેના રજી.નં. જી.જે.ટી.વી.-પર૧૩ના ચાલક ગૌતમભાઈ વિનુભાઈ રાજયગુરૂ, રે. જામનગરવાળાએ પોતાની ઈનોવા ગાડી પુરઝડપે બેફીકરાઈથી ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી વંદનાબેનની દિકરી સાક્ષીને હડફેટે લઈ માથાના ભાગે તથા કાનમાં ગંભીર ઈજા મોત નિપજાવી આરોપી નાશી જઈ ગુનો કરેલ છે.

હરસિઘ્‍ધી માતા મંદિર પાસેથી દારૂની બે બોટલ સાથે બે ઝડપાયા

જામનગરઃ સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરપાલસિંહ ભરતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગરના રણજીતનગર, હરસિઘ્‍ધી માતાના ચોક પાસે આરોપીઓ અજય ગોવિંદભાઈ માવ, ચિરાગ ભરતભાઈ ગજરા, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર , કિંમત રૂા.૧૦૦૦/-  સાથે ઝડપાઈ ગયેલ છે.

બોલેરો ગાડીએ મોટરસાયકલને હડફેટે લેતા મોત

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં હિન્‍દુભાઈ હરસીંગ મેહડા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી હિન્‍દુભાઈના નાના ભાઈ રાજુભાઈ તેમના શેઠનું મોટરસાયકલ જેના રજી.નં.૦૩-બી.સી.-પ૯૪૦ નું લઈને તેમના ફઈના દિકરા પ્રદિપભાઈની વાડીએ રખવારે જતા હોય ત્‍યારે વાગુદડ થી સાગડીયા ગામ તરફ જતા રોડ પર આ કામના આરોપી બોલેરો ગાડી જેના રજી.નં.જી.જે.-૦૩-બી.ટી.-૯પ૬૯ નો ચાલક તેની ગાડી પુરઝડપે બેફીકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી મરણજનાર રાજુભાઈની ગાડીન સામેથી હડફેટે લઈ પછાડી દઈ રાજુભાઈને માથામાં તથા જમણા પગમાં ગંભીર ઈજા કરી તથા શરીરે નાની મોટી ઈજાઓ કરી મોત નિપજાવી નાશી જઈ ગુનો કરેલ છે.

(1:19 pm IST)