Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ખંભાળીયાના લાલપરડામાં જમીનના ડખ્‍ખામાં બે ભાઇઓ વચ્‍ચે માથાકુટ

ખંભાળીયા તા.રર : લાલપરડા ગામે રહેતા ભાવનાબેન નગાભાઇ પીપરોતર (ઉ.૪૦) નામના મહિલાઓ ખંભાળીયા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં તેમના જેઠ નથુ મેરામણ પીપરોતર તેમનો પુત્ર નેરન્‍દ્ર અને જેઠાણી રમીલાબેનના નામ આપ્‍યા છ.ે ફરીયાદમાં જણાવ્‍યું છે કે, મારા સસરાની જમીનના ભાઇઓ ભાગ પાડયા હોય છતાં જેઠ નથુભાઇ જમીનની માપણી કરવાનું કહેતા હું અનેમારા પતિ સહિતના સમજાવવા જતા તેઓ ઉશ્‍કેરાઇ જઇ ગાળાગાળી કરી લાકડી વડે મને તથા મારા પતિ સહીતને માર મારી તેમજ તેમના પુત્ર અને પત્‍નીએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે મહિલાની ફરીયાદ પરથી દંપતિ અને તેના પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાણગામ નજીક ઘરમાં છુપાવેલો ર૪ બોટલ દારૂ મળી આવ્‍યો

કલ્‍યાણપુર તાલુકાના રાણ ગામ નજીક લમધારની સીમમાં રહેતો મનુ વરજાંગ સાખરા પોતાના રહેણાક મકાનમાં ઇંગ્‍લીશ દારૂ રાખી વેંચાણ કરતો હોવાની બાતમીના આધારે કલ્‍યાણપુર પોલીસે દરોડો પાડતા  ઘરમાંથી ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ ર૪ કી.રૂા.૯૬૦૦ ની મળી આવતા મુદ્દામાલ કબ્‍જે કરી શખ્‍સની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિંઝલપુર ગામે રહેતો કારૂ વેજાણંદ માડમ પોતાના ઘરમાં ઇંગ્‍લીશ દારૂ છુપાવી વેંચતો હોવાની બાતમીના અધારે ખંભાળિયા પોલીસે દરોડો પાડતા ઘરમાંથી ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ૭ મળી આવતા પોલીસે કબ્‍જે કરી મકાન માલીક કારૂ માડમને ઝડપી લઇ ગુનોનો વધુ પછપરછ હાથ ધરી છે.

(1:21 pm IST)