Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ઓખા બર્માસેલ વિસ્‍તારમાંથી રાત્રીના ચોરેલ મોટર સાઇકલ અને મોબાઇલ ફોન સાથે ગણત્રીની કલાકોમાં બે ઇસમો ઝડપાયા

ખંભાળીયા, તા.૨૨: રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશીએ જિલ્લામાં બનતા વાહન ચોરીના બનાવો શોધી કાઢવા સુચના કરતા જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક હિરેન્‍દ્ર  ચૌધરી માર્ગદર્શન અને ઇન્‍ચાર્જ સર્કલ પોલીસ ઇન્‍સ. જે.કે.ડાંગરની સુચના મુજબ ઓખા મરીન પોલીસ સ્‍ટેશનના પો.સ.ઇ.એમ.ડી.મકવાણા સ્‍ટાફ સાથે ઓખા મરીન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા.

એ.એસ.આઇ.મજીદભાઇ મામદાણી અને પો.હેડ.કોન્‍સ.ડાડુભાઇ જોગલને મળેલ બાતમી આધારે ઓખા કોસ્‍ટ ગાર્ડ ફાટક પાસે પંચો સાથે વોચ દરમિયાન બે ઇસમોને ચોરી કરેલ વાહન હંન્‍ક કાળા કલરનું રજી નં.જી.જે.૧૦ એ.એલ ૦૦૨૩ મોટર સાઇકલ કિ.રૂ.૬૦૦૦/ તથા ચોરી કરેલ વીવો કંપનીનો મોબાઇલ ફોન-૧ કિં.રૂ.૫૦૦૦/ મળી કુલ રૂ.૧૧,૦૦૦/ના મુદામાલ સાથે ઓખા મરીન પો.સ્‍ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૦/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના કામે પો.સ.ઇ. એમ.ડી.મકવાણાનાઓએ અટક કરી તપાસ હાથ ધરેલ છે. આ ગુનો હયુમન સોર્સીસથી માત્ર ૧૦ કલાકની અંદર શોધી કાદરભાઇ ઉર્ફે કાદરીયો અબ્‍દુલભાઇ તુરક, ઉ.વ.૨૫, અકરમભાઇ ઉર્ફે અકુડો જુસબભાઇ મોખા ઉ.વ.૨૦ રહે.ઓખા ઝડપી લીધેલ છે.

ઓખા મરીન પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ.એમ.ડી.મકવાણાની આગેવાની હેઠળ સ્‍ટાફના એ.એસ.આઇ. મજીદભાઇ આઇ.મામદાણી, પોલીસ હેડ કોન્‍સ. ડાડુભાઇ વજાભાઇ જોગલ, આશપાલભાઇ કારાભાઇ, પ્રવીણભાઇ પરબતભાઇ, પોલીસ કોન્‍સ.મનીષભા રાયદેભા, અર્જુનસિંહ વિક્રમસિંહ જોડાયા હતા.

(1:23 pm IST)