Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ભાણવડના રેંટા કાલાવડમાં મદદનીશ કલેકટરનાં હુકમનો અનાદરઃ ખેડૂત વિરૂધ્‍ધ ગુન્‍હો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રર :.. રેંટા કાલાવડ ગામના પાણીના  ટાંકા પાસે વિવાદીત પાણીનું વહેણ આવેલ હોય આ બાબતે મદદનીશ કલેકટર ખંભાળીયાની કોર્ટમાં ર૦-૭-ર૦ર૦ થી રેંટા કાલાવડ ગામના સર્વે નં. ૯ર૬ અને ૯ર૮ ના વિવાદીત રસ્‍તાના વહેણને દૂર કરવા ગામના ખીમજીભાઇ હિરાભાઇ પીપરોતરે ૯-૩-ર૦ર૧ ના ભાણવડ મામલતદારને આવેદન આપેલ હતું જે અંગની તપાસ કરી ઉપરોકત સર્વે નંબરની વિવાદીત પાણીના વહેણના રસ્‍તામાં અરજણ જીવા કારાવદરાએ ભરતી કરી જમીન સથળ કરી આગળના ભાગે માટીનો પારો બનાવી લેતાં અડચણ ઉભી કરી અગાઉના મદદનીશ કલેકટરના હુકમનો અનાદર કરતાં પોલીસે કાર્યવાહી કરી છે.

આ અંગે વેજાણંદભાઇ ભીમશીભાઇ ગોજીયાએ ફરીયાદ કરી હતી.

ભાણવડના ટીંબડીમાં યુવક પર હુમલો

ભાણવડના ટીંબડી ગામે રહેતાં પ્રકાશ લખમણભાઇ ચાવડા (ઉ.૧૮) નામના યુવકે ભાણવડ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે, ગઇકાલે બજારમાં આવેલ શિવ પાનની દુકાને ઉભો હતો ત્‍યારે ગામમાં જ રહેતો બોદા જાદવ મોરી હાથમાં કુહાડી લઇને આવી ગાળાગાળી કરી કુહાડીના હાથા વડે માર મારતાં ઇજા થવાથી સારવાર લીધી હતી. બનાવ અંગે યુવકની ફરીયાદ પરથી પોલીસે શખ્‍સ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

લુડો ગેમ ઉપર જુગાર રમતાં ત્રણ ઝડપાયા

ખંભાળીયા ચાર રસ્‍તા પાસે દ્વારકાધીશ હોસ્‍પિટલની પાછળ કેટલાક શખ્‍સો મોબાઇલમાં લુડો ગેમ ઉપર પૈસાની હારજીત કરી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા કાના નારણ ફફલ, ચેતન મંગા ડોરૂ, ધનજી અમરા ડોરૂને ઝડપી લઇ તેમની પાસેથી મોબાઇલ, ટેબલેટ મળી કુલ રૂા. ૧૩૦૦૦ નો મુદામાલ કબ્‍જે કરી ગુનો નોંધ્‍યો છે.

(1:24 pm IST)