Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મુખ્યમંત્રીની મુલાકાત લેતું જુનાગઢનું પ્રતિનિધિ મંડળ

 જુનાગઢ, તા. રર :  જૈન અગ્રણીઓએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને કેટલાક પ્રશ્નો રજુ કરેલા હતા. પ્રો. વી. એસ. દામાણીની આગેવાનીમાં એડવોકેટ તથા વનમેન, આર્મી કિરીટભાઇ સંઘવી તથા વિજયભાઇ શાહ તથા માકાભાઇ સુખડીયા તથા રામચંદ્ર મઠના મહંતશ્રી તથા ગીરનાર અંબાજીના લઘુ મહંતના ડેલીગેશને મુલાકાત લીધેલી હતી. મેંદરડાના મહિલા અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ મહિલા કાર્યકર ડોલીબેન અજમેરાએ મુખ્યમંત્રીશ્રીનો સમય મેળવી આપેલ હતો. પાયાના પ્રશ્નોની રજુઆત વકીલ કિરીટભાઇ સંઘવીએ કરેલી હતી અને ખાસ કરીને ગીરના ડેવલપમેન્ટ કમીટીમાં જૈનના પ્રતિનિધિ લેવા સબંધે જૈન અગ્રણી પ્રો. દામાણી સુરેશભાઇ કામદારે પણ અસરકારક રજુઆત કરેલી હતી. અંબાજીના લઘુમહંત તથા રામચંદ્રજી મંદિરના મહંતશ્રીએ મા અંબાની પ્રસાદી મુખ્યમંત્રીશ્રીને આપેલી હતી અને વિજયભાઇ તથા અંજલીબેન રોપવેના ઓપનીંગ વખતે આવેલ ત્યારે પૂજા વિધી કરાવેલ તેની યાદી પણ કરાવેલ હતી. એડવોકટ કિરીટભાઇ સંઘવીએ જુનાગઢના રસ્તાઓ સંબંધે ઉગ્ર રજુઆત કરેલ કે જુનાગઢની જનતા હવે રસ્તાના પ્રશ્ને ત્રાહીમામ થઇ ગઇ છે. ત્યારે મુખ્યમંત્રીએ જણાવેલ કે હજુ ગેસની પાઇપલાઇન તથા નર્મદાનું કનેકશન આપવાનું છે. આથી થોડો સમય આ તકલીફ રહેશે. ડોલીબેન અજમેરાએ સુચના કરેલ કે કોરોનાને કારણે સ્કુલ કોલેજો બંધ કરી દીધેલી છે. પરંતુ ટયુશન કલાસીસ હજુ ચાલુ જ છે. અને તેમાં વિદ્યાર્થીઓને ઠસોઠસ ભરવામાં આવે છે. તે જોઇને મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે આશ્ચર્ય વ્યકત કરી તુરંત જ કાર્યવાહી થશે તેમ જણાવેલ અને સવારના વર્તમાન પત્રમાં બધાએ વાંચેલુ હશે કે ટયુશન કલાસ ઉપર પણ કોરોનાને કારણે રાજય સરકારે સખત  પ્રતિબંધ મુકી દીધેલો છે. આ રીતે અત્યાર સુધી વર્તમાનપત્રમાં જ વાંચેલ હતું કે સંવેદશીલ મુખ્યમંત્રી છે પરંતુ આ ર૦ મીનીટની મુલાકાતમાં વાસ્તવિક રીતે આ જૈન મુખ્યમંત્રી સંવેદનશીલ છે તે જણાવેેલ. ડેલીગેશનના બધા જ સભ્યો જયારે મુખ્યમંત્રીની ચેમ્બરમાં આવ્યા ત્યારે વકીલ કિરીટભાઇ સંઘવીને મુખ્યમંત્રીએ જણાયેલ કે તમો પણ આવેલા છો ? ત્યારે વકીલ કિરીટભાઇ સંઘવીએ જણાવેલ કે ઓળખાણ પડી ? ત્યારે કુશાગ્ર સ્મરણ શકિત ધરાવતા મુખ્યમંત્રીએ તાત્કાલીક જવાબ આપ્યો કે વડાલના સંઘવીને કઇ રીતે ભુલાય ? અને રાજકોટમાં સંઘવી પરિવારના સભ્યો સાથેનો નાતો પણ તેમણે વાગોળેલો. ખુબ જ સંતોષકારક ખુલાસો કરેલો, ત્યારે લાગ્યું કે રસ્તાઓની તકલીફ છે પણ રાજય સરકાર તે માટે ખુબ જ ચિંતીત છે અને ટુંક સમયમાં સમગ્ર જુનાગઢના રસ્તાઓ એકદમ સરસ બની જશે તેવી આશા પણ તેમણે વ્યકત કરેલી હતી. પ્રતિનિધી મંડળ ઉઠવાની તૈયારી કરતુ હતું ત્યાં જ મુખ્યમંત્રીશ્રીએ ટકોર કરી કે રોપવેમાં બધા જઇ આવ્યા કે કેમ ? અને રોપવે કેવું ચાલે છે ? ત્યારે પ્રતિનિધિ મંડળે જણાવેલ કે રોપવેમાં રજાના દિવસોમં બે થી ત્રણ કલાકની લાઇન રહે છે અને પ્રવાસીઓ દેશ વિદેશથી આવે છે. તે સાંભળીને મુખ્યમંત્રીએ સંતોષ વ્યકત કર્યો કે જુનાગઢની જનતાનું લાંબા સમયનું સ્વપ્ત પુરૂ થયું છે તેનો આનંદ છે.

સુવર્ણપ્રાશન શિબિર

એકિટવિટી કલબ જુનાગઢ અને નયના મેડમ નારીશકિત સંસ્થાનના સંયુકત ઉપક્રમે સુવર્ણ પ્રાશન સંસ્કાર શિબિર સવારે ૧૦ થી ૧ર અને સાંજે ૪ થી પ-૩૦ રાખેલ છે.

આ દિવસે પુષ્પ નક્ષત્ર હોવાથી જન્મથી ૧૪ વર્ષ સુધીના બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા આપવામાં આવશે જેનો લાભાર્થીઓ એ લાભ લેવા વિનંતિ. બચુભાઇ રાજા, નગરશેઠની હવેલી, પંચ હાટડી શાક માર્કેટ સામે છે.

કિરણ સોલંકી રવિ કોલેજ હાટકેશ હોસ્પિટલની સામે, ઉષાફેનના શો-રૂમની ઉપર જુનાગઢ રાખેલ છે તેમ પ્રોજેકટ ચેરમેન કિરણ સોલંકી પ્રમુખ સાધના નિર્મળ, મંત્રી ચેતના પંડયાએ જણાવ્યું છે.

લાયન્સ કલબ જુનાગઢ ગિરનારના એડમીનીસ્ટ્રેટર જયકિશન એમ. દેવાણીની યાદી જણાવે છે કે જુનાગઢ ખાતે ડો. ખ્યાતીબેન અને ડો. ભાવેશભાઇ ટાંકની શુભમ મેટરનીટી હોસ્પિટલ ખાતે શુક્રવારના રોજ સમય સવારે ૦૯ થી બપોરે ૧ર ઇનફર્ટીલીટી અને આઇ.વી.એફ. ટેસ્ટ ટયુબ બેબી સંબંધે એક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નિદાન બાદ યોગ્ય સલાહ અને સારવારની સુવિધા શુભમ હોસ્પિટલ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢના ડોકટર્સની ટીમ દ્વારા આપવામાં આવશે. જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓને આઇ.વી.એફ ટેસ્ટ ટયુબલ બેબી માટે જરૂરી આર્થિક સહાય લાયન્સ કલબ જુનાગઢ ગિરનાર દ્વારા પુરી પાડવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે નં. ૭૭૭૮૮ ર૯૭૭૭ પર નામ નોંધાવવું.

નિઃશુલ્ક યોગ શિબિર

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજિત કરો યોગ રહો નિરોગ, નિઃશુલ્ક યોગ શિબિર યોજાઇ છે.

યોગ કલાસમાં જોડાવા ઇચ્છતા હોય તેવા બાળકો ભાઇઓ બહેનો માટે ૧૮-૩-ર૧ થી યોગ કલાસ ચાલુ થઇ ગયા છે.

યોગ શિબિરમાં ઝાંઝરડા રોડ, ગિરિરાજ રોડ, બસ સ્ટેન્ડ એરીયા, દુર્વા ડી ત્રિવેદી-૮૮૬૬૬૬૧૮૧૦ અથવા સ્વર્ગ (સંજયભાઇ કોરડીયાનું પાર્કિગ), વ્રજધામ સ્ટ્રીટ નં.ર, સિદ્ધનાથ મંદિર સામે ઝાંઝરડા રોડ ખાતે મંગળવારે સાંજે પ થી ૬ વાગ્યા સુધી સંપર્ક કરવો.

વિકાસ કામો મંજુર

જુનાગઢ મનપાની મળેલી સ્થાયી સમિતિની બેઠક અંગે સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશભાઇ ધુલેશિયાની શોર્ટ બ્રીફ આશરે રૂપિયા ર૦ કરોડના કામો જુનાગઢ મનપા સ્ટેન્ડીંગ કમિટી બેઠકએ મંજુર રહેલ છે.

(1:43 pm IST)