Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મેંદરડા તાલુકા પંચાયતના ચાર કોંગ્રેસ સભ્યોને શો-કોઝ નોટિસ ફટકારાઇ :7 દિવસમાં ખુલાસો રજૂ કરવા તાકીદ

ચૂંટાયેલા 4 તાલુકા પંચાયત સભ્યોએ પક્ષના વહીપનો અનાદર કરી ભાજપના પ્રમુખ પદના ઉમેદવારને મત આપતા.સસ્પેન્ડ કરતા પહેલા શો કોઝ નોટિસ

મેંદરડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા 4 તાલુકા પંચાયત સભ્યોએ પક્ષના વહીપનો અનાદર કરી, ભાજપના પ્રમુખ પદના ઉમેદવારને મત આપતા. આ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા પૂર્વે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકિયા એ શો-કોઝ નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો રજૂ કરવા તાકીદ કરતા મેંદરડા ના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે.તાજેતરમાં મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાય હતી.જેમાં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા મનીષાબેન પાનસુરીયા, મનસુખભાઇ વણપરિયા, વસંતાબેન બકોત્રા અને દયાબેન મકવાણા એમ 4 તાલુકાપંચાયતના સભ્યોએ કોંગ્રેસ પક્ષના વહીપનો અનાદર કરી, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી ભાજપના પ્રમુખ પદના ઉમેદવારને મત આપેલ હતા અને તેને લઈને મેંદરડા તાલુકા પંચાયતમાં ભાજપનું સાશન આવ્યું હતું.

દરમિયાન આ ચારેય સભ્યોને સસ્પેન્ડ કરવા પૂર્વે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકિયા એ શો-કોઝ નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો રજૂ કરવા તાકીદ કરી છે, જેને લઇને મેંદરડાના રાજકારણ માં ફરી એક વખત ગરમાવો આવ્યો છે.

(4:29 pm IST)