Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એ લીધી કોરોના વેકસીન

ગોંડલ::: અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે  પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એ કોરોના વેકસિન નો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો હતો.તેમજ ગોંડલ માં વેકસીન બાબતે સિવિલ હોસ્પિટલ અધિક્ષક બી.એમ. વાણવી પાસે થી માહિતી મેળવી હતી અને જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લા માં ગોંડલ સૌથી વધુ કોરોના વેકસિન આપવામાં આવી છે.અત્યાર સુધી માં 14000 થી પણ વધુ વૃધ્ધો એ કોરોના વેકસિન આપવામાં આવી છે.તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા ગોંડલ ની પ્રજા ને અપીલ પણ કરવામાં આવી હતી કે સરકાર દ્વારા જે કોરોના વેકસીન આપવામાં આવી રહી છે તેને વધુ માં વધુ લોકો કોઈપણ જાત ના ડર અને સંકોચ કર્યા વગર પોતાના અને પોતાના પરીવાર ની સલામતી માટે  તેમજ કોરોના વાઇરસ જેવી ગંભીર બીમારી થી બચવા માટે સરકાર દ્વારા જે વેકસિન ની શોધ કરવામાં આવી છે તેને વધુ માં વધુ લોકો ઉપયોગ કરી વેકસીન લે તેવી અપીલ કરવામાં આવી હતી. 

(2:55 pm IST)