Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

૧૧૦ વર્ષની ઉંમરે પણ ટનાટન જીવન જીવતા ગંગાબેન સોલંકી

ઉનાના આમોદ્રા ગામના વૃદ્ધા માંડવી વિણવા પણ જાય છેઃ ત્રીજી પેઢી સાથે પણ તંદુરસ્ત જીવન જીવે છેઃ હાથ-પગ-કાન અડીખમઃ પૂજન-અર્ચન સહિતના નિત્યકર્મો જાળવી રાખ્યા

(નવીન જોષી દ્વારા) ઉના, તા. રર :. તાલુકાનાં આમોદ્ર ગામે વાડી વિસ્તારમાં મકાન બાંધીને રહેતા ગંગાબેન સવદાસભાઇ સોલંકી ઉ.વ.૧૧૦ આજે પણ તંદુરસ્ત નિરોગી જીવન જીવી રહ્યા છે.  તેમના મોટા દિકરા રાજાભાઇ સવદાસભાઇ સોલંકી નિવૃત બેંક કર્મચારી છે. ગંગાબેન આજે પણ વહેલી સવારે ઉઠી જાતે પોતાનો નિત્યક્રમ પતાવી અને એક કલાક ભગવાનની પુજા માળા કરી વાડીમાં શરીર સ્ફૂર્તિમાં રાખવા માંડવી લેણવા વિગેરે કામ કરે છે. આજે ૧૧૦ વરસે પણ આંખે સ્પષ્ટ દેખાય છે. સાંભળે પણ છે. હાથ-પગ પણ ચાલે છે. હાલમાં તેમનાં દિકરામાં દિકરાનાં ઘરે બાળકને રમાડે છે. ૩ જી પેઢીને રમાડે છે.

આ તંદુરસ્તીનું રહસ્ય નિયમિત જીંદગી, સાત્વીક ખોરાક છે અને તેમને ઇશ્વરની ભકિત જીંદગી જીવવા પ્રેરણા આપી રહી છે. દૃઢપણે ૧૦૦ વરસ પહેલાની તમામ વાર્તા તેમને યાદ છે. હાલ ગંગાબેન તેમના ૧પ થી વધુ લોકોના પરિવાર સાથે સંયુકત એક ઘરમાં રહી સંયુકત કુટુંબની પ્રેરણા આપી રહ્યા છે.

(4:29 pm IST)