Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ધ્રોલ ના વાગુદડ સગાડીયા રોડ પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત : યુવાનનું મોત

 (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. રર : ધ્રોલ ના વાગુદડ સગાડીયા રોડ પર બાઈક અને ફોરવિલ અકસ્માત બાઈક સવાર યૂવાનનુ મૂત્યુ થયું હતું.

મળતી વિગત અનુસાર ધ્રોલ ના વાગુદડ સગાડીયા રોડ પર બાઈક જી.જે.૩.બી.સી.૫૯૪૦ નંબર નુ બાઈકલ ચાલક મધ્ય-દેશ ના અલીરાજપુર ના વતની હાલ વાગુદડ  ગામની સીમમા રમેશભાઈ પનારા ની વાડી મા ખેત મંજુરી કામ કરતા રાજુભાઈ હિરસિંગભાઈ મરેડા ઉ.વ.૩૦  બાઈક લઈ ને તેમના ફઈના દિકરા ની વાડી એ રખવારે જતા હતા દરમિયાન સગાડીયા નજીક અચાન સામે બોલેરો g.j.3bt ૯૫૬૯ નંબર નો સામે પુર ઝડપે આવતા બાઈક ને હડફેટે લેતા બાઈક સવાર રાજુભાઈ હિરસિંગ મરેડા ને માથા મા અને શરીર ના ભાગે ગંભીર ઈજા પહોંચી તા બોલેરા ચાલક નાસી ગયો.. બાઈક સવાર ને તાત્કાલિક ૧૦૮ ની મદદ ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા ત્યા તેમનુ મૂત્યુ થયુ હતું. ધ્રોલ પોલીસ એ બોલેરો ચાલક સામે ફરીયાદ નોંધાઈ આગળ ની તપાસ હાથ ધરી છે.

(4:10 pm IST)