Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

પાણી અને પર્યાવરણ અંગે જનજાગૃત્તિ અભિયાન ચલાવતા નીલ અને વ્રીતીકા પર આશીર્વાદ વરસાવતા પૂ.નમ્રમુનિ મહારાજ

રાજકોટ : રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ જુનાગઢ દીક્ષા મહોત્સવમાં પધારેલ. ત્યારે જળ સંચય અંગે જનજાગૃતિનું અભિયાન ચલાવતા રાજકોટના નીલ અને વ્રીતીકાએ પણ મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા હતા. આવનારા સમયમાં પાણીની સમસ્યા અંગે લોકોને સભાન કરી જળનો સંભાળીને ઉપયોગ કરવા તેમજ વધુને વધુ પાણી ભુગર્ભમાં ઉતારવા સૌ પ્રયત્નશીલ બને તે માટે નીલ અને વ્રીતીકા સમજાવતા રહે છે. પાણી અને પોલ્યુશન અંગેના પોતાના વિચારો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર પર પણ શેર કરતા રહે છે. તેમની આ પ્રવૃત્તિઓમાં એસ.એન.કે.ના ઉમેશ સર,  એન્વાયરમેન્ટ કમીટીના પ્રમુખ કિરીટભાઇ ભીમાણી તેમના આ કાર્યમાં સહયોગી બનતા રહે છે. તેમની બે વર્ષની સતત કામગીરીની નોંધ લઇ આ તકે નીલ (મો.૯૭૨૩૪  ૪૨૧૪૬) અને વ્રીતીકાનું અભિવાદન કરાયુ હતુ.

 

(4:12 pm IST)