Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

વિશ્વના પ્રખ્યાત સ્થળ તરીકે દ્વારકાની પસંદગીઃ અમેરિકાની સંસ્થા દ્વારા પ્રમાણપત્ર અર્પણ

દ્વારકા : પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. રર : ભારતના ચાર મુખ્યધામમાંના પ્રથમ યાત્રાધામ તથા સાતપુરી પૈકી દ્વારિકા પુરીને વિશ્વની પ્રમુખ સંસ્થા વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનાઇઝેશન અમેરિકાનું ન્યુજર્સીની સંસ્થાને વિશ્વના પ્રખ્યાત સ્થળ તરીકેની પસંદગી કરી પ્રમાણપત્ર એનાયત કર્યુ છે.

દ્વારકાના શારદાપીઠ પરિસરમાં સ્વામિ શ્રી નારાયણનંદજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા દેવસ્થાન સમિતિ આયોજીત સમારંભમાં સંસ્થાના ગુજરાતના કોડીનેટર ભરતસિંહ પરમારને આ પ્રમાણપત્ર એનાયત કર્યુ હતું.

સમારંભમાં પાલિકા પ્રમુખ જયોતિબેન સામાણી, તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન કેર, ભાજપ શહેર પ્રમુખ વિજય બુઝડા તથા દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી સુભાષ ભાયાણી, પરેશ ઝાપટીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે જિલ્લા કલેકટર એ સંસ્થાનો આભાર વ્યકત કરતા કહ્યુંુ હતું કે ઉપરોકત પ્રમાણપત્રથી વિશ્વમાં વધુને વધુ લોકો દ્વારકા યાત્રાધામને ઓળખાતા થશે.

(4:26 pm IST)