Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

શિહોરની સ્કૂલમાં ૬ વિદ્યાર્થી અને બે શિક્ષકોને કોરોના

ભાવનગર, તા.૨૨: સિહોરની ભુતા સ્કૂલમાં ૬ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તંત્ર દ્વારા સ્કુલને સેનેટાઇઝર કરવામાં આવેલ છે.

ભાવનગર જીલ્લામાં કોરોના વાઇરસનાં કેસો વધી રહયા છે. દરમ્યાન સિહોરની નંદલાલભૂતા હાઇસ્કુલનાં ૧૫૦ વિદ્યાર્થીઓનાં કાલે રીપોર્ટ કરવામાં આવેલ જેમાં આજે રીપોર્ટ આવતા ૬ વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષકોનાં રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું સ્કુલનાં સૂત્રોએ જણાવ્યુ છે. તેમજ સ્કુલને તંત્ર દ્વારા સેનીટાઇઝર કરવામાં આવેલ છે.

(4:26 pm IST)