Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એ કોરોના વેક્સીન લીધી : ધારાસભ્ય ગીતાબા જાડેજાના કમાન્ડો હિંમતસિંહ ઝાલાને કોરોના પોઝીટીવ આવ્યો : ગીતાબા જાડેજાનો રીપોર્ટ નેગેટીવ

ગાંધીનગર વિધાનસભા સત્ર દરમિયાન કોરોના ટેસ્ટીંગ કરાવતા ગોડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના કમાન્ડો હિમંતસિંહ ઝાલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાનું જાણવા મળે છે : ધારાસભ્ય ગીતાબા જાડેજાનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે : દરમિયાન ગોડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રઆજરોજ ગોડલ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો : તેઓશ્રીએ ગોડલની પ્રજાને અપીલ કરી હતી કે કોઈ પણ જાતના ડર અને સંકોચ વગર પોતાના અને પોતાના પરીવારની સલામતી માટે વેક્સીન અચૂક લઈ લ્યે

(7:48 pm IST)