Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

દ્વારકાના રેટા કાલાવડ ગામે 100 વર્ષ જૂનો રસ્તો બંધ કરાયાનો આક્ષેપ : બે ધારાસભ્ય 1000 જેટલા લોકો સાથે ઉપવાસ પર ઉતર્યા

ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો તથા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે

દ્વારકા જિલ્લામાં રેટા કાલાવડ ગામે 100 વર્ષ જૂનો રસ્તો અમુક શખ્શો દ્વારા બંધ કરી દેવાયાના આક્ષેપ સાથે ધારાસભ્ય વિક્રમ માડમ અને પ્રવિણભઇ મુછડીયા દ્વારા 1000 જેટલાં લોકો સાથે ઉપવાસ પર ઉતર્યા હતા. જેના પરિણામે ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો તથા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા
 

(6:36 pm IST)