Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

જામનગરમાં મહિલાના ગળામાંથી રૂ.૧.૭૫ લાખનો સોનાનો ચેઇન ઝૂંટવીને ૨ બુકાનીધારી નાસી છૂટયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હર્ષિદાબેન હેમંતભાઈ ભોજરાજભાઈ દામા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૪–ર૦ર૧ ના પ્રણામી સ્કુલ રોડ, નવાનગર બેંક સામેની ગલીમાં, જામનગરમાં આરોપી હોન્ડા મોટરસાયકલવાળા બે અજાણ્યા ઈસમો ઉ.વ.ર૭–ર૮ વાળા મોઢે  માસ્ક બાંધેલ શખ્સોએ ફરીયાદી હર્ષિદાબેનના ગળામાં પહેરેલ સોનાનો પ– તોલાનો ચેઈન કિંમત રૂ.૧,૭પ૦૦૦/– નો ચીલ ઝડપ કરી એકીબજાની મદદગારી કરી નાશી જઈ ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલભાઈ કાંતીલાલ વીસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૪–ર૦ર૧ ના પંચેશ્વર ટાવર રોડ, ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ સામે, જાહેર રોડ પર આરોપી ધર્મેશભાઈ અનીલભાઈ મકવાણા, રે. જામનગર વાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કાચની કંપની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રૂષીરાજસિંહ લાલુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૪–ર૦ર૧ ના ઢીચડા રોડ, સેનાનગર, જુની બંસીધર સ્કુલની પાછળ આરોપી રાજેશભાઈ કાનાભાઈ રાઠોડ, રે. જામનગરવાળા પોતાના કબ્જાની ભોગવટાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ  પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની મોનવીક પ્રીમીયમ ૭પ૦ એમ.એલ. ની બોટલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી સકીલહુશેન જુસબભાઈ દોદેપૌત્રાની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની ઉઘરાણી કરતા માર માર્યાની ત્રણ સામે રાવ

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાકેશભાઈ નાગજીભાઈ જેઠવા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૪–ર૦ર૧ ના ગુલાબનગરના ઢાળીયે, પેટ્રોલપંપ પાસે, જામનગરમાં ફરીયાદી રાકેશભાઈ ને આરોપી ભરતભાઈ સતવારા તથા યોગેશ હરીશભાઈ ભરડવા પાસેથી પૈસા લેવાના હોય જે બાબતે ફરીયાદી રાકેશભાઈને ફોન કરી બોલાવી આરોપી ભરતભાઈ એ બેઝબોલના ધોકા વડે ફરીયાદી રાકેશભાઈને માથાના ભાગે તથા જમણા પગના ગોઠણના ભાગે મુઢ ઈજા કરી તથા આરોપી યોગેશ હરીશભાઈ ભરડવા, માનવ એ ઢીકાપાટુનો માર મારી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા બે ઝડપાયા : આઠ ફરાર

પંચ બી પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. માંડણભાઈ સાજણભાઈ વસરા એ ફરીયાદ નોંધાવી છે કે, ર૧–૪–ર૦ર૧ ના નાઘેડી ગામ, માધવ રેસીડેન્સી, પ્લોટ નંબર ર/૮ માં આરોપીઓ અશોકભાઈ ઉર્ફે મીર્ચી ખટાઉમલ મંગે, સાજણભાઈ ઉર્ફે મુનો નાથાભાઈ મુન, રે. જામનગરવાળા ભારત દેશમાં રમાતી આઈ.પી.એલ. ર૦–ર૦ ટુનામેન્ટ મેચનું ચેન્નાઈ માં પંજાબ તથા હૈદરાબાદ ટીમ વચ્ચે રમાતી ર૦–ર૦ ક્રિકેટ મેચ ટીવીમાં લાઈવ પ્રસારણ નિહાળી આરોપીએ મોબાઈલ ફનો ઉપર ગ્રાહકો સાથે વાતોચીતો કરી સેસન તથા મેચની હારજીતના પરિણામ અંગે મોબાઈલ ફોનથી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગારનો અખાડો ચલાવી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧પ૦૦/– તથા એલ.જી. કંપનીનું ટીવી એક કિંમત રૂ.૮૦૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–૬, કિંમત રૂ.૯૦૦૦/– તથા મોટરસાયકલ નંગ–ર, કિંમત રૂ.પ૦,૦૦૦/–  તથા સેટઅપ બોકસ રીમોર્ટ સાથે કિંમત રૂ.ર૦૦૦/– મળી કુલ રૂ.૮૦,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે તથા અન્ય આરોપી જગદીશ ઉર્ફે જગુ બાટવા, રાજ ભાનુશાળી, રોહિત, રાજુ રબારી, કરણ ઉર્ફે બાડો, બીપીન ઉર્ફે લાકડી, જીતુભાઈ રે. જામનગરવાળા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીમારીથી વૃઘ્ધનું મોત

જામનગર : ફેસ–૩, લાલપુર બાયપાસ ચોકડી પાસે રહેતા રાજુભાઈ સુદર્શનભાઈ રાજભર, ઉ.વ.૩પ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર ખુરશીદ અબ્દુલ રજાકભાઈ, ઉ.વ.૬૦, રે. જકાતનાકા પાસે, વિજયનગર, જામનગરવાળા પોતાના ઘરે કોઈપણ બિમારી સબબ મરણ થયેલ છે.

(12:45 pm IST)