Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

જામનગરમાં અગાસીએ સિગારેટ સળગાવી દિવાસળી ફેંકતા ભડકોઃ ચિરાગ દાઝ્‍યો

પેટ્રોલ ભરેલી બોટલ પડી હતી તેના પર દિવાસળી પડતાં આગ લાગ્‍યાનું કથનઃ પોલીસને વાત ગળે ઉતરતી ન હોઇ વિશેષ તપાસઃ બ્રાહ્મણ યુવાનને રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૨: જામનગરમાં કામદાર કોલોની-૩ શુભલક્ષ્મી એપાર્ટમેન્‍ટમાં પહેલા માળે રહેતો ચિરાગ કિરણભાઇ નાકર (બ્રાહ્મણ) (ઉ.વ.૨૩) સાંજે પોણા આઠેક વાગ્‍યે ફલેટના પાંચમા માળની અગાસીએ હતો ત્‍યારે ભેદી રીતે દાઝી જતાં જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ જામનગર સી ડિવીઝનમાં જાણ કરી હતી.
ચિરાગ એક બહેનથી નાનો છે. ધોરણ બારમાં નાપાસ થયો હોઇ બીજી વખત પરિક્ષા આપવાની તૈયારી કરી રહ્યો છે. તેના પિતા કર્મકાંડનું કામ કરે છે. ચિરાગે જણાવ્‍યું હતું કે પોતે જ્‍યાં રહે છે એ ફલેટના પાંચમા માળની અગાસી પર સાંજે સિગારેટ પીવા ગયો હતો. સિગારેટ સળગાવી સળગતી દિવાસળી ફેંકતા નજીકમાં જ કોઇએ પેટ્રોલ ભરેલી બોટલ રાખી હોઇ તેના પર દિવાસળી પડતાં ભડકો થતાં પોતે લપેટમાં આવી ગયો હતો. જો કે પોલીસને આ વાત ગળે ઉતરતી ન હોઇ વિશેષ તપાસ યથાવત રાખી છે.

 

(11:10 am IST)