Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ઉનાઃ વિજળી ત્રાટકતા નાળિયેરીના ૩ વૃક્ષો બળી જતાં નુકશાન

(નવીન જોષી દ્વારા) ઉના તા. રર :.. ગઇકાલે શહેર-ગ્રામ્‍યમાં રાત્રીના પવનના સુસવાટા સાથે કમોસમી માવઠું થયું હતું. અને તાલુકાના વાસોજ અને કાળાપાણ બન્‍ને ગામોના ખેતરમાં વિજળી ત્રાટકતાં વાંસોજના ખેતરમાં નાળીયેરીના ૩ વૃક્ષો બળી જતાં નુકશાન થયું છે. જાનહાની નથી.

ઉના શહેર અને ગ્રામ્‍ય પંથકમાં બુધવારની રાત્રીના પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે ચૈત્ર માસમાં કમોસમી માવઠું વરસી ગયું હતું.

શહેરના રોડ ઉપર પાણી પાણી થઇ ગયા હતા શાક માર્કેટમાં કાદવ કિચડથી લોકો મુશ્‍કેલીમાં મુકાઇ ગયા હતાં.

રાત્રીનાં વિજળીએ રોદ્ર સ્‍વરૂપ ધારણ કરેલ વાંસોજ ગામે નાળીયેરીના વાડી વિસ્‍તારમાં નાળીયેરીના ઝાડ ઉપર વિજળી પડતા ૩ નાળીયેરીના ઝાડ બળી ગયા હતાં. અને કાળાપાણ ગામે પણ સીમ ખેતર વિસ્‍તારમાં જમીનમાં વિજળી પડયાનાં અહેવાલ આવેલ છે.

તેમજ હજુ કમોસમી વરસાદ - પવન - વિજળી શાંત પડી ત્‍યાં સવારે ૧૧.૧પ કલાકે ઉના પંથકમાં ર.૯ ની તિવ્રતાવાળો ધરતીકંપનો આંચકો નોંધાયો હતો આ આંચકો ઉનામાં કોઇએ અનુભવ કર્યો નથી. ઉનાથી ૧૦૩ કિ. મી. તેમનું ભુકંપનું કેન્‍દ્ર બિંદુ હોવાની માહિતી મળી રહી છે.

(2:31 pm IST)