Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ગોંડલમાં કોંગ્રેસ દ્વારા જીજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં સૂત્રોચ્‍ચાર

ગોંડલઃ ગોંડલ શહેર અને તાલુકાના કોંગ્રેસ દ્વારા વડગામ ધારાસભ્‍ય જીજ્ઞેશભાઇ મેવાણીની આસામ પોલીસે ધરપકડ મામલે વિરોધ પ્રદર્શન કરાયુ હતું. ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સુત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યું. શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઇ કુંજડીયા, યતિશભાઇ દેસાઇ, એડવોકેટ દિનેશભાઇ પાતાર, કિશોરસિંહ જાડેજા, નિમૈષભાઇ રૈયાણી, મહંમદભાઇ ટીકડ, ભાવેશભાઇ ભાષા ધર્મેશભાઇ બુટાણી સહિતના કોંગ્રેસ આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્‍યો હતો. (તસ્‍વીર-અહેવાલ : જીતેન્‍દ્ર આચાર્ય-જયસ્‍વાલ ન્‍યુઝ-ગોંડલ)

(11:46 am IST)