Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

પોરબંદર-દિલ્‍હી વિમાની સેવા બુધવારથી શરૂ થશે

જેટ એરવેઝનું ૭૮ સીટનું વિમાનઃ અઠવાડીયામાં ૩ દિવસ દિલ્‍હી આવન જાવન કરશે

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૨: પોરબંદરથી દિલ્‍હી વિમાની સેવા શરૂ કરવાની લાંબા સમયની માંગણી સ્‍વીકારવામાં આવી છે અને ચાલુ માસના અંતમાં તા.ર૭મીએ બુધવારથી પોરબંદર-દિલ્‍હી-પોરબંદર વિમાની સેવા શરૂ થઇ જશે.
પોરબંદર-દિલ્‍હી-પોરબંદર વિમાની સેવા જેટ એરવેઝ દ્વારા શરૂ કરાય રહી છે. આ વિમાન ૭૮ સીટનું છે. પોરબંદર-દિલ્‍હી- પોરબંદર વિમાન અઠવાડીયામાં ૩ વખત આવન જાવન કરશે.
પોરબંદર-દિલ્‍હી વિમાન સાંજે ૪.૩૦ વાગ્‍યે પોરબંદરથી ટેઇક ઓફ કરીને દિલ્‍હી જશે. કોરોના હળવો થતાં પોરબંદરને હજુ વધુ વિમાની સેવાનો લાભ મળનાર છે. નજીકના દિવસોમાં પોરબંદર-અમદાવાદ-પોરબંદર ફલાઇટ શરૂ થઇ જશે. સેમી આંતરરાષ્‍ટ્રીય કક્ષાના અદ્યતન એરપોર્ટનો રનવે  વધારવા સાંસદ રમેશભાઇ ધડુકે અગાઉ ઉચ્‍ચકક્ષાએ સફળ રજુઆત કરી હતી અને રન-વે વધારવા મંજુરી મળી છે. રન-વે વધારવાનું કામ પણ શરૂ થનાર છે

 

(11:55 am IST)