Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

જામનગરમાં ર મોટર સાયકલની ચોરી કરનાર રસીયા રાવની ધરપકડ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.રર : ફરીયાદી દિનેશભાઇ રવજીભાઇ કાલરીયા રહે. રોજી પાર્ક સોસાયટી જામનગર વાળા પોતાનું ટીવીએસ મો.સા.જી.જે.૧૦ સીપી ૪૬૦૪ નું પોતાના દિ.પ્‍લોટ-૪૯ રોડ ઉપર આવેલ બ્રાસપાર્ટના કારખાના સામે પાર્ક કરેલ હતું જે મો.સા.કોઇ ચોરી કરી લઇ જતા ફરીયાદીએ સીટી સી પો.સ્‍ટે.માં અજાણ્‍યા માણસ વિરૂધ્‍ધ ફરીયાદ કરેલ હતી જે ગુન્‍હો વણશોધાયેલ હતો.

જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલ,ની સુચના તથા એલ.સી.બી.ના પો.ઇન્‍સ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્‍ટાફના પો.સ.ઇ. બી.એમ. દેવમુરારી તથા પો.સી.ઇ. કે.કે. ગોહીલ તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્‍ટાફના માણસો જામનગર શહેર વિસ્‍તારમાં વણશોધાયેલ ગુન્‍હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

આ દરમ્‍યાન સ્‍ટાફના દિલીપભાઇ તલાવડીયા, સંજયસિંહ વાળા તથા હિતેન્‍દ્રસિંહ જાડેજાને મળેલ બાતમી હકિકત આધારે સમર્પણ સર્કલથી ગોકુલનગર જકાતનાકા તરફ જતા રોડ ઉપર રેલ્‍વે ફાટક પાસે. મારવાડી વાસમાં રહેતા આરોપી રસીયા જગદીશભાઇ રાવના કબ્‍જાના ઝૂપડા પાસેથી ચોરી કરી મેળવેલ બે મો.સા.જેમાં ટીવીએસ જી.જે.૧૦ સીપી ૪૬૦૪ તથા હીરો સપ્‍લેન્‍ડર પ્‍લસ જી.જે.૧૦ બીએફ ૧૦૧ર ના મળી આવતા કુલ કિ. રૂા. ૪૦,૦૦૦ ગણી એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીને સીટી સી ડીવી. પો.સ્‍ટે. સોંપી આપેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ એસ. એસ. નિનામાની સુચનાથી પો.સ.ઇ. આર.બી. ગોજીયા, પો.સ.ઇ. બી.એમ. દેવમુરારી, કેકે. ગોહીલ તથા એલ.સી. બી.સ્‍ટાફના માડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જોજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:06 pm IST)