Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

જેતપુરમાં કુટણખાનુ પકડાયું : સંચાલીકા નજમા ૩ મહિલાઓ પાસે દેહવિક્રય કરાવતી'તી

ગ્રાહકો પાસેથી ૮૦૦ રૂા. લઇ ભોગ બનનાર મહિલાને નજમા માત્ર ૩૦૦ રૂપરડી આપતી'તી : એન્‍ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટનો દરોડો : સંચાલીકા નઝમા છ માસથી ફલેટ ભાડે રાખી ફુટણખાનુ ચલાવતી'તી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. રરઃ  શહેરના ખોડપરા વિસ્‍તારમાં દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે ડી.વાય.એસ.પી. મહર્ષી રાવલ તથા એએચટીવી શાખાના પી.એસ.આઇ. ટી.એસ. રીઝવીની ટીમે રેડ કરતા ટી.બી. મહિલાઓ પાસે દેહવિક્રય કરાવતી સંચાલીકા મહિલાને પકડી પાડી હતી.
ખોડપરા વિસ્‍તારમાં કુટણખાનૂ ચાલતું હોવાની બાતમી મળતા પેટ્રોલીંગમાં નીકળેલ એએચટીવી શાખા પીઆઇ ટી.એસ. રીઝવી તથા સ્‍ટાફના જગતભાઇ તેરૈયા, મનોજભાઇ બાયલ, પ્રફુલભાઇ પરમાર, મયુરભાઇ વિરડા, મનીષાબેન ખીમાણીયા એ ડી.વાય.એસ.પી. મહર્ષી રાવલને સાથે રાખી બાતમીવાળી જગ્‍યાએ રેડ કરતી ખોડપરામાં આવેલ યજ્ઞ પેલેસના ત્રીજા માળે રહેતી મહિલા નઝમા ઇકબાલભાઇ મારફાળીના બ્‍લોકમાં ત્રણ મહિલાઓ કઢંગી હાલતમાં મળી આવતા પોલીસે ત્રણે મહિલાઓને પકડી પાડી પુછપરછ કરતા આ ત્રણેયએ આર્થિક ફાયદા માટે નઝમાએ દેહ વિક્રયનો ધંધો કરવા બોલાવેલ તેમજ તે કસ્‍ટમર પાસેથી ૮૦૦ રૂા. લઇ ભોગ બનનાર મહિલાને માત્ર રૂા. ૩૦૦ આપતી હોવાનું જણાવેલ અને નઝમા એ છેલ્લા છ માસથી આ ફલેટ ભાડે રાખી દેહવિક્રયનો ધંધો કરાવતી હોવાનું જણાવ્‍યું હતું.
શહેર પોલીસએ ભોગ બનનાર ત્રણેય મહિલાઓના નિવેદન લઇ સંચાલીકા મુખ્‍ય નઝમા મારફાણી વિરૂધ્‍ધ ઇમોરલ પ્રિવેન્‍શવન એકટ ૩,૪,પ મુજબ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

(1:29 pm IST)