Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

જસદણ પંથકમાં રાજસ્થાની યુવકનું કૂવામાં પડી જતાં મોત : વાલી - વારસની શોધખોળ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૨ : કિશનભાઇ રહેલ – ગઢડીયા ( જસ ) ગામની સીમમાં અમરશીભાઇ લીંબાભાઇ જરીયા રહે.ગઢડીયા ( દસ ) વાળાની વાડીમાં મુળ રહે.રાજસ્થાન વાળાનુ મોત કુવામાં પડી જવાથી થયેલ હોય અને આ કામે મરણજનારના પુરા નામ સરનામાની તેમજ વાલી વારસની તપાસ કરતા હજુ સુધી મળેલ ન હોય તેમજ આ કામે મરણજનાર વાને ઘઉં વર્ણનો , મોઢુ લંબ ગોળ તેમજ જમણા હાથની કલાઇ ઉપર હિન્દી ભાષામાં વિક્રમસિંહ ત્રોફાવેલ છે.
 મૃતક ઘણા સમયથી રાજકોટ ખાતે કેસરી પુલે તથા સીવીલ હોસ્પીટલની આજુબાજુ તથા ખંઢેરી સ્ટેડીયમની આજુબાજુ પોતાનુ રખડતુ ભટકતુ જીવનગાળતો હોવાની હકિકત મળેલ છે જેથી ઉપરોકત મરણજનારના પુરા નામ સરનામાની તેમજ વાલી વારસની કોઇ હકીકત મળે અથવા મળી આવ્યે નીચેના કોન્ટેક નંબર ઉપર સંપર્ક કરવા વિનંતિ છે . જસદણ પોલીસ સ્ટેશન ફો.નં -૦૨૮૨૧ ૨૨૦૦૩૩ એન.જે.જાડેજા , પીલીસ સબ ઇન્સપેકટર જસદણ પોલીસ સ્ટેશન મો.નં- ૮૧૬૦૦-૪૨૯૩૩ ઉપર સંપર્ક કરવા યાદીમા જણાવ્યુ છે.

(1:44 pm IST)