Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

તળાજાના દાત્રડ ગામે બાવીસ દિવસ પહેલા લગ્ન થયેલ યુવકનું કૂવામાં ડૂબી જવાથી મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૨: કુદરતને ક્રૂર તરીકે કયારેક એટલે સંબોધવામાં આવે છે કે સમાજ જીવનમાં એવી ઘટનાઓ બને છે કે કરુણા જેવા શબ્દો પણ ઓછા પડે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાત્રડ ગામની એક વાડીના કુવામાં ડૂબેલા યુવાનનો મૃતદેહ પચ્ચીસ કલાકે મળી આવ્યો

તળાજા તાલુકાના દાત્રડ ગામે રહેતા અને મજૂરી કામ કરી અને રોજીરોટી મેળવતા હરેશભાઈ બિજલભાઈ પરમાર ઉંમર વર્ષ ૨૫ તેઓને દાત્રડ ગામના એક ખેડૂતે પોતાની વાડીમાં ના કૂવામાં પડી ગયેલા પતરા કાઢવા માટે લઇ ગયેલ તે દરમિયાન કોઇ અગમ્ય કારણોસર યુવાન કૂવામાં ડૂબી ગયો હતો ગઈકાલે બે વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો આ બનાવ બન્યા બાદ મામલતદાર સહિતનું તંત્ર દ્યટનાસ્થળે દોડી ગયું હતું યુવાનના મૃતદેહની શોધખોળ ચાલુ કરી દીધી હતી સાંજ સુધી પ્રયત્નો કરવા છતાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો ન હતો ત્યારબાદ આજે પણ સતત શોધખોળ ચાલુ રાખ્યા બાદ બપોરના સમયે યુવાનનો મૃતદેહ એનડીઆરએફની ટીમ ના અથાગ પ્રયત્નો અને સેવાભાવી લોકોના સહકાર થી મૃતદેહ મળી આવ્યો હતો ઉલ્લેખની છે કે મૃતક યુવાનના ૨૨ દિવસ પહેલા લગ્ન થયા હતા ત્યારે આજે આવો કરૂણ બનાવ બનતા આખા પરિવાર માં તેમજ દાંત્રડ ગામમાં શોક છવાયો હતો હાલ તેમના મૃતદેહને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે બનાવ સંદર્ભે તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સહિત પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કેસ કાગળો બનાવ્યા હતા.

(11:36 am IST)