Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

દામનગરમાં દુકાનો ખુલ્લી પણ ગ્રાહકો કયાં?

દામનગરઃ શહેરમાં નગરપાલિકા અને વેપારીઓના સંકલનથી એપ્રિલ માસમાં બે વખત સ્વૈચ્છિક લોકડાઉન કરાયું. વધતા જતા કોવિડ સંક્રમણથી અપાયેલ સ્વૈચ્છિક લોકડાઉન લાંબો સમય ચાલ્યું તા.૨૧/૫/૨૧ થી પૂર્વવત વેપાર ધંધા દુકાનો ખુલ્લી પણ ગ્રાહકો કયાં ? ભારે આર્થિક પરિસ્થિતિ ભોગવતા નાના મોટા તમામ વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં ખાણી-પીણી કપડાં ફરસાણ ચા ની હોટલો હેરસલૂન લારી ગલ્લા અને મજુરી કરતા સહિત દુકાનદારો ને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. લાંબો સમય વેપાર રોજગાર બંધ રહેવાથી મજૂર વર્ગને રોજગારી મળવી મુશ્કેલ બની છે. ગ્રાહકો પાસે નાણાંકીય સ્થિતિ ન રહેતા નીરસ નિસ્તેજ બજારો છે હવે જાયે તો જાયે કહાં! (તસ્વીરઃ વિમલ ઠાકરઃ દામનગર)

(11:39 am IST)