Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

વાંકાનેર પાસે રાજકોટનાં રાહુલ આહિરની હત્યામાં ઝડપાયેલ પાંચેય આરોપીના રિમાન્ડની તજવીજ

હત્યાનું વેર વાળવા માટે એક શખ્સે પાંચ સાગરીતોની મદદથી યુવકનું ઠીમ ઢાળી દીધુ હતું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. રર :.. રાજકોટના રાહુલ આહીરની વાંકાનેર પાસે હત્યા કરનાર પાંચ શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસ અને એલસીબી ટીમે ઝડપી લઇને કોરોના ટેસ્ટ બાદ રીમાન્ડની તજવીજ હાથ ધરાશે.

પોતાના ભાઇની હત્યાનું વેર વાળવા છ શખ્સોએ હત્યાના ગુન્હામાં જામીન પર છૂટેલા આરોપીનું ઢીમ ઢાળી દીધું હતું. રાજકોટની આર. ટી. ઓ. ઓફીસ પાસે વર્ષ ર૦૧૯ ના રોજ એજાજ ઉર્ફે અજુ હનીફભાઇ પાયકના ભાઇ સાહિલની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના ગુન્હામાં જે તે સમયે રાહુલ રાજેશભાઇ અને તેના મિત્ર નીતિન માધવજીભાઇની પોલીસે ધરપકડ કરી હતી. દરમિયાન આ હત્યા કેસમાં રાહુલ રાજેશભાઇ અને તેના મિત્ર નીતિન માંધવજીભાઇ જામીન પર છૂટયા હતાં. આથી પોતાના ભાઇની હત્યાનું વેર વાળવા માટે એજાજ ઉર્ફે અજુ હનીફભાઇ પાયકે રાહુલનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડયો હતો. તેથી રાહુલ અને તેનો મિત્ર ગઇકાલે ટ્રક લઇને વાંકાનેર તરફ આવી રહ્યા હતાં. ત્યારે એજાજ અને સોહીલ નુરમામદભાઇ કાબરા, નિજામ નુરમહમદ હોથી તથા અન્ય ૩ અજાણ્યા શખ્સોએ કાર અને બાઇકમાં વાંકાનેરના કોઠી ગામ પાસે ધસી આવીને રાહુલને આતર્યો હતો. તેમજ આ છ શખ્સો ઘાતક હથિયારો સાથે રાહુલ અને તેના મિત્ર ઉપર તૂટી પડયા હતાં.

મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા બારાઇના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી. બી. જાડેજા અને વાંકાનેર તાલુકા પીએસઆઇ આર. પી. જાડેજા અને ટીમે બાતમીના આધારે હત્યાના ગુનામાં નાસી છૂટેલા એજાઝ ઉર્ફે અજુ હનીફભાઇ પાયક, સોહિલ નૂરમામદભાઇ હોથી, નિઝામુદીન નુરમામદ હોથી, જુમાસા નુરશા શાહમદાર અને એક સગીરને ઝડપી લીધો છે.

(1:18 pm IST)